Entertainment

શિલ્પા અને રાજે ઉજવ્યો દીકરી નો જન્મ દિવસ પરંતુ આ ખાસ પ્રસંગે સૌથી વધુ આકર્ષણ ની બાબત…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડને ફક્ત ભારત માં જ નહીં પરંતુ આખા વિશ્વમાં લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. લોકો ને હિન્દી ફિલ્મ અને ગીતો ઉપરાંત હિન્દી ફિલ્મ જગત ના કલાકારો ઘણા પસંદ આવે છે. માટે જ લોકો તેમની રોજ બ્ રોજ ની ઉપડૅટ મેળવવા માંગતા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા દ્વારા કલાકારો પોતાના ફેન્સ ની ઘણા નજીક આવી ગયા છે.

અહીં કલાકારો પોતાના અમુક ખાસ ક્ષણો ફેન્સ સાથે શેર કરતા હોઈ છે જણાવી દઈએ કે હાલમાં સોશ્યલ મીડિયા પર શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની પુત્રી નો જન્મ દિવસ ઘણો ચર્ચા માં છે. આપણે સૌ જાણીએ છિએ કે શિલ્પા શેટ્ટી બોલીવુડ ની ઘણી ખ્યાત નામ અભિનેત્રી છે. તેમના દીવાના આખા વિશ્વમાં છે માટે જ શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર કોઈ પણ વસ્તુ શેર કરે કે તરત જ વાયરલ થવા લાગે છે.

જણાવી દઈએ કે હાલમાં જ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ મંગળવારે તેમની પુત્રી સમિષાનો બીજો જન્મદિવસ ખૂબ જ ધામ ધૂમથી ઉજવ્યો હતો જેની તસ્વીર સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહિ છે. જો વાત તેમની બર્થડે પાર્ટીમાં હાજર લોકો અંગે કરીએ તો શિલ્પા અને રાજ ઉપરાંત તેમનો નવ વર્ષનો પુત્ર વિયાન સાથો સાથ શમિતા શેટ્ટી અને બોય ફ્રેન્ડ રાકેશ બાપટ, સુનંદા શેટ્ટી અને અન્ય પરિવારના સભ્યો તેમજ અમુક ખાસ મિત્રો હાજર હતા.

જો વાત બર્થડે પાર્ટી અંગે કરીએ તો આ બર્થડે પાર્ટી ખુલ્લા બગીચામાં હતી, અહીં સમિષા માટે એક નાનું ટેન્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું હતું. જો વાત પાર્ટીના ડેકોરેશનની વાત કરીએ તો બગીચા ને ફુગ્ગાઓ અને ટેડી બેરથી સજાવવામાં આવ્યા હતા. અને અંદર આવવાના દરવાજા પર લખ્યું હતું, ‘સમિષાની ટેડી લેન્ડમાં આપનું સ્વાગત છે’.

જો વાત સમિષાનિ કેક અંગે કરીએ તો તસવીરોમાં સમિષાના ટેન્ટ પાસે ટેડી બેર, ફૂલો અને ચોકલેટ સ્ટિકથી સજાવેલી બર્થડે કેક જોવા મળે છે જો કે પાર્ટીમાં ખાસ તો શમિતા અને રાકેશ લાગી રહ્યા હતા જણાવી દઈએ કે પાર્ટીમાં શમિતા અને રાકેશ એક કપલની જેમ સાથે જોવા મળ્યા હતા. અને બંનેએ સાથે મળીને સમિષાને કેક ખવડાવી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *