અંબાણી પરિવારનને લઈને આવ્યા ખુબ મોટા સમાચાર ! આકાશ-શ્લોકા બન્યા બીજી વખત માતા-પિતા, દીકરાએ જન્મ લીધો કે દીકરીએ? જાણો
છેલ્લા થોડા દિવસોથી જો વાત કરવામાં આવે તો તમને ખબર જ હશે કે મુકેશ અંબાણીના ઘરે નાના મેહમાનની એન્ટ્રી થવાની ખબરો સામે આવી જ હતી, એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા હતા. એવામાં અંબાણી પરિવારની અંદર ખુશખબરી આવી ચુકી છે કારણ કે શ્લોકા મહેતાએ એક દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળતા જ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર અંબાણી ફેમિલીને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
મુકેશભાઈ અંબાણીને આખા દેશમાં એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવી રહ્યા છે.તમે જોયું જ હશે કે છેલ્લા ઘણા દિવસોથી શ્લોકા મેહતા સસરા મુકેશ અંબાણી તથા આકાશ અંબાણી સાથે અનેક મંદિરના દર્શનાર્થે જોવા મળી હતી. તેના અનેક વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર વારંવાર સામે આવી હતી. અંબાણી ફેમિલીની ખુશી સાતમા આસમાને ચડી ચડીને બોલી રહી છે કારણ કે નવેમ્બર મહિનામાં ઈશા અંબાણીએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો જયારે શ્લોકા મહેતાએ પણ બીજી વખત ખુશ ખબરી સંભળાવી જ દીધી છે.
તમને જણાવી દઈએ કે 31 મેંના રોજ શ્લોકા મહેતાએ પોતાના બીજા સંતાનને જન્મ આપ્યો હતો, એવામાં એક પેપરાજિ પેજે આ ખબર અંગેથી પરદો ઉઠાવતા કહ્યું હતું કે નવા માતા પિતાને તેના પરિવારમાં વધુ એક સદસ્યનું આગમન થતા ખુબ શુભેચ્છા. શ્લોકા અને આકાશ એક દીકરાના માતા-પિતા હતા એવામાં હવે તેઓના પરિવારમાં દીકરીનું આગમન થતા તેઓનું પરિવાર પૂર્ણ થઇ ચૂક્યું છે.
તમને જણાવી દઈએ કે કે ‘નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર’માં પેહલી વખત શ્લોકા મેહતાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો અને તે બાદ જ અંબાણી પરિવારે શ્લોકા મેહતાની બીજી પ્રેગ્નેન્સીનું એલાન કરી દીધું હતું, જે બાદ શ્લોકા મેહતા, આકાશ અંબાણી, પૃથ્વી અંબાણી તથા મુકેશ અંબાણી સિદ્ધિવિનાયક તથા અનેક મંદિરોએ દર્શન કરતા સામે આવ્યા હતા, જેના અનેક વિડીયો તથા તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી હતી.