ધ્રુજાવી દેતો બનાવ ! શેરી માં રમતા 2-વર્ષ ના માસુમ પર પીક અપ વાન ફરી વળતા માસુમ નું દર્દનાક મોત.
ગુજરાત માંથી અવારનવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. અકસ્માત થતા ક્યારેક અકસ્માત નો ભોગ બનનાર વ્યક્તિ નું મૃત્યુ પણ નીપજી જતું હોય છે. વડોદરા શહેર માંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક બે વર્ષ ના બાળક પર એક પીક અપ વેન ચડી જતા બાળક નું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, વડોદરા શહેર ના પોર ગામે આશિષ સોસાયટી માં રહેતા નિખિલ ગાંધી ના બે વર્ષ ના પુત્ર જેનીલ નું અકસ્માતે મોત થયું છે. જેનીલ પોતાના ઘર ની બહાર રમી રહ્યો હતો. ત્યારે HP રાંધણ ગેસ ના બાટલા ભરેલી એક પીક અપ ગાડી સોસાયટી માં ડિલિવરી માટે આવી હતી. આ સમયે જેનીલ ત્યાં રમી રહ્યો હતો.
પીક અપ વાને ગાડી રિવર્સ માં લેતા પાછળ રમી રહેલા જેનીલ ના માથે વેન ચડી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, જેનીલ નું ત્યાં જ મૃત્યુ થયું. આ બાબત ની પોલીસ ને જાણ કરતા પોલીસ તરત દોડી આવી હતી. અને જેનીલ ની લાશ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. માત્ર બે વર્ષ ના બાળક નું મૃત્યુ થઇ જતા માતા-પિતા માથે દુઃખો ના વાદળો પડ્યા.
આખી સોસાયટી માં ગમગીન વાતાવરણ સર્જાયું હતું. પરિવાર ના લોકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. આવા અનેક બનાવો ગુજરાત માંથી આવતા જ રહે છે. ક્યારેક વાહન ચાલક ની બેદરકારી નો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!