પરિણીત યુવતી એ ચોથા માળે થી લગાવી મોત ની છલાંગ! સ્યુસાઇડ નોટ માં લખ્યું કે એક પોલીસકર્મી સહીત ત્રણ લોકો..
આપણા ગુજરાતમાંથી અવારનવાર આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક પારિવારિક ઝગડાઓને કારણે, ક્યારેક આર્થિક પરિસ્થિતિના કારણે, તો ક્યારેક પ્રેમ સંબંધમાં તો ક્યારેક પૈસા ને લેતી દેતી બાબતમાં આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. મોટાભાગે જો કોઈ પરણિત યુવતી આપઘાત કરતી હોય તો તેનું એકમાત્ર કારણ હોય છે કે તેને દહેજ બાબતે પરિવાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હોય છે.
એવો જ એક કિસ્સો હાલ અમરેલી જિલ્લા ના લાઠી રોડ પરથી સામે આવ્યો છે. જેમાં એક પરિણીત યુવતી આપઘાત કરેલો છે પરંતુ તેનું આપઘાતનું કારણ દહેજ બાબતનું ન હતું પરંતુ જે હતું તે જાણીને ચોકી ઉઠશે. આ બાબતે વધુ જાણકારી મેળવી એ તો અમરેલી જિલ્લાના લાઠી રોડ પર આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતી ગીતા બોદર નામની મહિલાએ ચોથા માળેથી ઝંપલાવી ને આપઘાત કરી લીધો હતો. આ બાબતે પોલીસે આવીને ગુનો નોંધી અને લાશને પોસ્ટમોટમ અર્થે ખસેડી હતી.
પોલીસને આ બાબતે મૃતક યુવતી ગીતા ના ઘરે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં તેને ત્રણ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો કે તેને જે લોકો પરેશાન કરતા હતા. તેમાં એક પોલીસ કર્મી સહિત ત્રણ વ્યક્તિના નામનો ખુલાસો કરવામાં આવેલો છે. ગીતા બોદર એ પોતાની સુસાઇડ નોટ લખતા કહ્યું હતું કે કરસન બોદર નામના વ્યક્તિએ તેની સાથે પહેલા લગ્ન કર્યા. બાદ તેને શારીરિક અને માનસિક ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો. આથી તેને આ પગલું ભર્યું હતું.
આ સાથે જ તેને સુસાઇડ નોટમાં પ્રિયંકા જોશી, અમરેલીના પોલીસના મોરી અને રાજદીપ વાળા નામના ત્રણ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. કે જે લોકો આ મૃતક મહિલાની પાછળ હાથ ધોઈને પડી ગયા હતા. તેમ મહિલાએ મૃત્યુ પામતા પહેલાં નોટ લખી હતી. આ બાબતે અમરેલીના એસપી કે જે ચૌધરીએ આ બાબતે નોંધ લીધી હતી. અને તેને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. હાલ આ સુસાઈડ નોટ પરથી પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે. હવે શું નવો વળાંક આવે તે પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!