8-વર્ષ થી બંધક બનેલ નોકરાણી ને ડામ દેવાતો, સળીયાથી મારવામાં આવતી, જીભ થી ફર્શ સાફ કરાવવામાં આવતી..જાણો આખી ઘટના.
આપણા સમાજમાંથી અનેક એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને સાંભળીને આપણે હચમચી જતા હોય એ છીએ. ક્યારેક બાળકોને બંધક બનાવી રાખવામાં આવે છે તો ક્યારેક બાળકોને હેરાફેરી કરવામાં આવે છે. ક્યારેક રેલવે સ્ટેશન ઉપરથી બસ સ્ટેશન ઉપરથી બાળકોની ચોરી કરીને તેને વહેંચી નાખવામાં આવતા હોય છે. અથવા તો વિદેશમાં પણ મોકલી દેવામાં આવતા હોય છે. પરંતુ ઝારખંડના રાંચી માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે સાંભળીને તમે ધ્રુજી જશો.
રાંચી માં રહેતા રીટાયર્ડ આઈ.એસ.એસ ની પત્ની અને ભાજપના કાર્યકર્તા એવા સીમા પાત્રાની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ શા કારણે થઈ તે સાંભળીને તમે ચોંકી જશો. સીમા પાત્રા ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે પોતાના ઘરમાં લગભગ આઠ વર્ષથી સુનિતા નામની એક 29 વર્ષની આદિવાસી દિવ્યાંગ દીકરીને નોકરાણી તરીકે રાખી હતી. જ્યારે આ દિવ્યાંગ છોકરી સીમા પાત્રાના ઘરે નોકરાણી તરીકે આવી ત્યારબાદ સીમા પાત્રાએ આ 29 વર્ષે ની દીકરીને બંધક બનાવી દીધી હતી.
આઠ વર્ષ સુધી આ યુવતી સીમાપાત્રાના ઘરે બંધક જ રહી. નોકરાણી સુનિતા ને જ્યારે પોલીસે મદદ કરી ત્યારબાદ સુનીતા એ બધું કહ્યું હતું. સુનીતા એ પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું કે તેને ભરપેટ જમવાનું આપવામાં આવતું ન હતું. તેને સળીયાથી માર મારવામાં આવતો હતો. તેને ગરમ તવા થી દસાડવામાં આવતી હતી. અને સીમા પાતરા ક્યારેક સુનીતા ની જીભથી તેની ફર્શ સાફ કરાવતી હતી. આ અત્યાચાર તેના ઉપર આઠ વર્ષથી કરવામાં આવતો હતો.
સુનીતા એ કહ્યું છે કે તેને એક વખત મોકો ગોતીને સરકારી કર્મચારીઓ વિવેક બસ્ક ને એક મેસેજ મોકલો હતો. જે બાદ તેને પર થઈ રહેલા અત્યાચારની જાણકારી વિવેક બસ્ક ને મળી અને ત્યારબાદ આ વિવેક નામના વ્યક્તિએ પોલીસને આ બાબતે જાણ કરી. પોલીસે તરત જ આ બાબતે એક્શન લઈને સુનીતા ને સીમા ના ઘરેથી છોડાવવામાં આવી હતી. ત્યારબાદ સીમા પાત્રા ઉપર આરોપો લગાવવામાં આવ્યા તે બધા સીમાપાત્ર એ જુઠા હોવાનું જણાવ્યું હતું અને પોતાનો બચાવ કર્યો હતો.
જાણવા મળ્યું કે સીમાપાત્રા ની પોલ ખુલી જતા તે શહેર છોડીને ફરાર થઈ જવાની વ્યવસ્થામાં હતી. પરંતુ અર્બુદા પોલીસ સ્ટેશન તે ફરાર થાય તે પહેલા જ ઝડપી પાડી હતી. આમ આ અત્યાચાર સામે આવતા લોકો પણ હચમચી ગયા છે. અને આ સીમા પાતરા ભાજપની અધિકારી છે અને નિવૃત આ.એ.એસ.અધિકારીની પત્ની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!