India

શું આ છે ભારત નું ભવિષ્ય? સ્કૂલ રીક્ષા ની છત પર બેસી ને સ્કૂલે જતું ભારત નું ભવિષ્ય જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો આપણને વાયરલ થતા જોવા મળતા હોય છે. જેમાં અનેક વિડીયો મનોરંજન થી ભરપૂર હોય છે. પરંતુ અનેક વિડીયો એવા હોય છે કે જેને જોઈ ને આપણે હચમચી જતા હોઈએ. જેમાં ક્યારેક ઉભા રસ્તા પર બાઈક માં સ્ટન્ટ ના વિડીયો કે પછી એવા સ્કૂલ ની બસ કે ઓટો રીક્ષા માં સ્કૂલ ના બાળકો ને જે રીતે ખીચો ખીચ બેસાડવામાં આવે છે તેવા વિડીયો વાલીઓ માટે ખાસ ચેતવણીરૂપ હોય છે.

એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં આપણને જોવા મળે છે કે, રસ્તા પર એક સ્કૂલ ની રીક્ષા કેટલાક સ્કૂલ ના છોકરાઓ ને લઈને જય રહી છે. જેમાં સ્કૂલ ના કેટલાક છોકરાઓ સ્કૂલ રીક્ષા ની ઉપર બેસેલા છે. એટલે કે સ્કૂલ ના વિદ્યાર્થીઓ રીક્ષા ની અંદર બેસાડવાને બદલે રીક્ષા ઉપર સવાર થઇ ને બેસેલા છે. આ છોકરાઓ ને જોઈ ને લોકો પણ ગુસ્સો ઠાલવતા જોવા મળે છે..જુઓ વિડીયો.

આ વીડિયોને રાજકુમાર ભીમ આર્મી નામના યુવકે પોતાના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરેલો છે. જાણવા મળ્યું કે આ વિડીયો બરેલી વિસ્તારનો છે. આ વિડીયો પોલીસની સામે આવતા જ પોલીસે આ બાબતે કાર્યવાહી કરી હતી. અને રિક્ષાવાળા વિરુદ્ધ કલમ 279 આઈપીસી ની લગાવીને તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે બાળકોના સ્કૂલ ની શાળામાં જઈને શાળાને પ્રશાસન સાથે વાત કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ વિડીયો જોતા જ વાલીઓ અને સામાન્ય લોકો પણ હચમચી ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે તેમ ઓટો રીક્ષા ની ઉપર કોઈ માલ સામાન રાખવા માટેનું સ્ટેન્ડ બનાવેલું છે. અને ત્યાં માલ સામાનની બદલે સ્કૂલના વિદ્યાર્થીઓને બેસાડીને સ્કૂલના વિદ્યાર્થીઓના જીવન ને જોખમમાં મૂકીને તેને મુસાફરી કરવામાં આવી રહી છે. હજુ સુધી એ પણ ખ્યાલ આવ્યો નથી કે આ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની જાતે ત્યાં બેઠા હતા. કે સ્કૂલ રિક્ષાવાળાએ ત્યાં બેસાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *