India

JIO સિમ વપરાશકર્તા માટે છે ખુશખબર ! દિવાળી પર મુકેશ અંબાણી ફરી એક વાર કરશે મોટી જાહેરાત..

Spread the love

ભારતના પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. મુકેશ અંબાણી દિવસે ને દિવસે તેની સંપત્તિમાં ખૂબ જ વધારો કરતા જોવા મળે છે. થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીએ જીઓ નામ નું સીમકાર્ડ કાઢ્યું હતું. અને આજે તેના કરોડોથી પણ વધારે વપરાશ કરતા જોવા મળે છે. એક વર્ષ માટે મુકેશ અંબાણીએ ગ્રાહકોને સાવ ફ્રી માં સર્વિસ આપી હતી. હાલ મુકેશ અંબાણી દેશમાં 5g સર્વિસ લોન્ચ કરવા જઈ રહ્યા છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે 2023 ના વર્ષમાં સમગ્ર ભારતમાં 5g સર્વિસ લોન્ચ કરવામાં આવશે. મુકેશ અંબાણીએ વધુ જણાવ્યું કે આકાશ અંબાણી જીઓ, ઈશા અંબાણી રિટેલ અને અનંત અંબાણીને ન્યુ એનર્જી બિઝનેસ તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. એટલે કે હવે મુકેશ અંબાણી ધીરે ધીરે રિટાયરમેન્ટ તરફ વળી રહ્યા છે. અંબાણીની જીઓ કંપનીની વાત કરવામાં આવે તો jio એ દર ત્રણ મહિનામાં બે ઘરમાં જીઓ ફાઇબર નો ઉપયોગ કરે છે. આ જીઓ આવવાથી ભારતમાં અનેક લોકોને રોજગારી મળી લગભગ રિલાયન્સને 2.32 લાખ લોકોને રોજગારી આપી હતી.

મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે, વર્ષ 2022 ની દિવાળી સુધીમાં 5g સર્વિસ ને રોલ આઉટ કરી નાખવામાં આવશે. આ સાથે જ તેને રિલાયન્સ રીટેલ ના ₹2,00,000 કરોડના ટન ઓવર માટે શુભકામના આપી હતી. ભારત દેશના લગભગ 260 શહેરોમાં જીઓ માર્ટ શરૂ કરવામાં આવેલું છે. reliance એશિયાના ટોપ ટેન રિટેલર્સમાં સામેલ થઈ ચૂક્યું છે. આ બાબતે મુકેશ અંબાણીએ 5g સેક્ટર શરૂ કરવા માટે અનેક તૈયારીઓ બતાવી હતી. જેમાં તે જણાવ્યું હતું કે રિલાયન્સ જીઓ એ તાજેતરમાં જ અલગ અલગ ફ્રિકવન્સી બેન્ડમાં 5g નેટવર્ક શરૂ કરવા માટે પોતાનું પાયચી સ્પેક્ટ્રમ પ્રાપ્ત કર્યો છે. એના માટે 88,078 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં રિલાયન્સનું સામ્રાજ્ય આજે લગભગ ૨૧૭ અબજ ડોલર એટલે કે 16 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે.

રિલાયન્સ ની વાત કરવામાં આવે તો તે ન્યૂઝીલેન્ડ, ગ્રીસ, પાકિસ્તાન જેવા દેશોની જીડીપી કરતા પણ વધારે છે. આમ હવે રિલાયન્સ ના માલિક એવા મુકેશ અંબાણી ભારતના લોકોને 5g સેવા આપીને એક મોટું પગલું ભરી રહ્યા છે. તેને વધુમાં જણાવ્યું કે આ બાબતે તે વડાપ્રધાન અને નાણામંત્રી નો આભાર વ્યક્ત કરે છે. રિલાયન્સની કંસોલી ડેટેડ રેવન્યુ 47% થી વધીને 7.3 લાખ કરોડ રૂપિયા અથવા 104 અબચ ડોલર થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *