કાળજું કંપાવતી ઘટના ! 16-વર્ષીય સગીર યુવતી પર ભરબજારે 42-વર્ષીય આધેડે તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીક્યાં..ઘા ઝીકતા યુવતી..
ગુજરાતમાંથી અવારનવાર હત્યા થવા ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતોમાં એકબીજાની હત્યા કરી નાખતા હોય છે. તો ક્યારેક હત્યાનું કારણ શોધવા પોલીસને પણ મથામણ કરવી પડતી હોય છે. એવી જ એક કાળજુ કંપાવી દે તેવી ઘટના ગુજરાતના ખેડા જિલ્લાના ત્રાસ ગામેથી સામે આવી છે. જેવી રીતે થોડા સમય પહેલા સુરતમાં ગ્રીસમાં વેકરીયા નામની યુવતી ની હત્યા કરી નાખવામાં આવી હતી.
તેવી જ રીતે રાત્રિના સમયે 42 વર્ષીય આધેડ રાજુ પટેલે 16 વર્ષીય યુવતીની હત્યા કરી દેતા આખા ગામમાં ચકચાર મતી જવા પામે છે. વધુ વિગતે જાણીયે તો ખેડા જિલ્લાના ત્રાજ ગામમાં રહેતી કૃપા નામની યુવતી પોતાની બહેનપણી સાથે મહાદેવના મંદિર રાત્રે દર્શન કરવા ગઈ હતી. ત્યારબાદ તે ખોડીયાર પાનમાં ઠંડુ પીણા લેવા ગઈ હતી.
એવામાં ત્યાં 42 વર્ષે રાજુ પટેલ આવ્યો. અને આ યુવતીને દુકાન પર જ તીક્ષણ હથિયાર વડે ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી .તેની સાથેની બહેનપણી એ બુમાબુમ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા. અને યુવતી ને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલે ખસેડવાની સાથે જ યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બાબતે પરિવારજનો દ્વારા આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીને અટકાયત કરી આ હત્યા ક્યાં કારણોસર કરી તે જાણવાની કોશિશ કરી રહી હતી. આખા ગામમાં આ બાબતે અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. ગુજરાતમાં આવી હત્યા ના ઘણા બનાવો સામે આવતા રહે છે. લોકો ક્યારેક પૈસાની લેતી દેતી બાબતે અથવા તો પ્રેમ પ્રકરણમાં એકબીજાની હત્યા કરી દેતા હોય છે. પરંતુ આ કેસમાં હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!