ધ્રુજાવતી ઘટના! 18-વર્ષ ના છોકરા ની એક ભૂલ ને લીધે 23-વર્ષીય મહિલા પાઇલોટ નું થયું દુઃખદ અવસાન થયું એવું કે,
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. રોજબરોજ અનેક લોકો મોતને ભેટતા હોય છે. આપણે રસ્તા ઉપર તો અકસ્માત થવાના અનેક કેસો સાંભળ્યા જ હશે અને ક્યારેક ડ્રાઇવરની ભૂલને કારણે પણ અકસ્માત થઈ જતો હોય છે. પરંતુ અમેરિકા દેશના વર્જનીયા માંથી એક કિસ્સો સામે આવ્યો છે.
જેમાં 18 વર્ષના છોકરાને ટ્રેનિંગ આપી રહેલી એક મહિલા પાયલોટ નું મોત નીપજ્યું છે. 23 વર્ષની મહિલા પાયલોટ 18 વર્ષના છોકરાને પ્લેન ઉડાવવાની તાલીમ આપી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વિક્ટોરિયા થેરેસી ઇઝાબેલ લજુંગમેન નામની આ મહિલા પાયલટ 18 વર્ષના છોકરાને ઉડાન ભરવાની ટ્રેનિંગ આપી રહી હતી.
જ્યાં 23 વર્ષની મહિલા પાયલટે ફ્લાઇટ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોકપીટ.બેઠેલા છોકરાએ એરક્રાફ્ટનું હેન્ડલ ખૂબ જ ઉંચુ કરી દીધું, જેના કારણે ફ્લાઈટ પહેલા કાબૂ બહાર થઈ ગઈ અને પછી ક્રેશ થઈ ગઈ. યુવકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 23 વર્ષની વિક્ટોરિયા થેરેસી ઈઝાબેલ લ્યુંગમેન નું મોત નીપજ્યું હતું.
તે સોશિયલ મીડિયા ખુબ જ એક્ટિવ રહેતી. ફ્લાઇટ મુસાફરી ના ફોટો અને વિડિયો અવારનવાર શેર કરતી હતી. આ દુર્ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે અને જાણવા મળ્યું કે આ મહિલા પાયલોટ ને આ વર્ષે જ લાયસન્સ મળેલું છે. આમ આ સમગ્ર ઘટના સામે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!