કાળજું કંપાવતી ઘટના ! બસ અને ટ્રક વચ્ચે એવી ભયંકર અથડામણ થઇ કે એક જ ગામના,
ગુજરાતમાંથી રોજબરોજ અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. રોજબરોજ એવા એવા ભયાનક અકસ્માત થતા હોય છે કે ઘણા બધા લોકો એક સાથે મોતને ભેટતા હોય છે. એવી જ એક ઘટના વડોદરા નજીકથી સામે આવે છે. જેમાં અકસ્માત થતા રાજસ્થાનના બાસવાડા ના એક જ ગામના છ લોકોના દર્દનાક રીતે મોત થયા હતા.
આ ઘટના મોડી રાત્રે 3:30 આજુબાજુ બની હતી. જેમાં ટ્રક અને લક્ઝરી બસ ધડાકા ભેર અથડાયા હતા. આ અથડામણ એટલી ભયંકર હતી કે તેનો અવાજ અડધો કિલોમીટર દૂર કપુરાઈ હેલ્થ સેન્ટર પાસે ઊભેલી 108 ના કર્મચારીઓની ટીમને પણ સંભળાયો હતો. અકસ્માત થયા ની જાણ 108 ની ટીમને થતા તાત્કાલિક ડોક્ટરો સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ઇજાગ્રસ્તો તથા મૃતકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ આખી ઘટના કપુરાઈ ચોકડી પાસે બની હતી અને ભયંકર રીતે એક જ ગામના છ લોકોના મોત નિપજ્યા હતા. ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થતા બસના તો ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. અનેક લોકો ઘાયલ થતાં તેઓ ને સયાજીરાવ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા અને મૃતકોની લાશને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
આમ આ ભયંકર દુર્ઘટના સામે આવતા ભારે હડકંપ મચી જવા પામી હતી. આવા અનેક અકસ્માતો રોજબરોજ સામે આવતા હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે. ક્યારેક ડ્રાયવર ની બેદરકારી પણ સામે આવતી હોય છે. આમ આવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે. ક્યારેક તો અકસ્માત માં આખેઆખો પરિવાર પણ તબાહ થઇ જતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!