રાતના ભોજનમાં ભાત નું સેવન કરવું જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને નુકશાન વિષે
ભારતીય ભોજનમાં ભાત ને વધારે મહત્વ આપવામાં આવે છે ભાત નો પુલાવ હોય, મટર પુલાવ હોય કે ભાત ની અન્ય કોઈ વાનગી હોય લોકોને ભાત તો અતિપ્રિય હોય છે. ભાત નું સેવન લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. ભાત ની અંદર કાબ્રોહાઇડ્રેટ હોય છે.આના સિવાય ભાત ની નાદર પ્રોટીન, વસા અને કેલ્શિયમ પણ જોવા મલી જાય છે. ઘણા લોકોના મનમાં એકે સવાલ ઉભો થતો હોય છે કે શું રાત્રે ભાત નું સેવન કરવું જોઈએ કે નહિ ? આમ તો લોકો જ્યારે પણ પસંદ આવે ત્યારે ભાત નું સેવન કરતા હોય છે. અને કોઈ પણ વાનગી ભલે ઘરે બનાવી હોય પરંતુ ભાત વગર તો ભોજન અધૂરું જ લાગી આવતું હોય છે. ત્યારે ઘણા લોકોના ઘરમાં તો રોજ ભાત બનતા હોય છે. તો આવો જાણીએ કે ભાતનું સેવન કરવાનો યોગ્ય સમય કયો ગણાય છે.
શું રાત્રે ભાતનું સેવન કરવું જોઈએ ?
તમને જણાવી દઈએ કે જે લોકોને શરદી ઉધરસ ની સમસ્યા છે અને તાવ આવે છે, જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તે લોકોએ રાતના ભોજનમાં ભાત ના ખાવા જોઈએ. જો તમને ભાત ખાવાની ટેવ હોય તો તમે રાતના સમયે સફેદ ભાત ખાવાના બદલે બ્રાઉન ભાત નું સેવન કરી શકો છો.
રાતે ભાત ખાવાથી થતા ફાયદાઓ
ભાતની અંદર કાર્બોહાઇડ્રેડ ની માત્રા એટલી બધી વધારે જોવા મળી જાય છે કે શરીર ને ઉર્જા અને જીવન માં શક્તિ નું પ્રદાન કરે છે. આ રોતે કાર્બોહાઇડ્રેડ પણ શરીર ની માટે પોતાનો ઉદેશ્ય પૂરો કરે છે અને આપણે કોઈ મુશ્કેલી વિના જ આપણું કામ પણ કરી શકીએ છીએ. ભાત ને શરીર માટે બહુ જ ફાયદાકારક ગણાય છે. રાંધેલા ભાત પાંચન માં સરળ હોય છે સાથે જ પેટ ને લગતી સમસ્યા અને અપચા ની સમસ્યા માં પણ ફાયદફાકારક ગણાય છે.
પોશાક તત્વો શરીરના દરેક હિસ્સાઓ સુધી પહોંચતા હોય છે જે પોતાનું કામ શરીરની અંદર બહુ જ યોગ્ય રીતે કરતા હોય છે. ભાત ને પાચનતંત્ર માટે બહુ જ ફાયદાકારકે ગણવામાં આવે છે. ભાતનું સેવન કરવામાં આવે તો તે નબળા પાચનતંત્ર ને પણ સારું કરી શકે છે. આના સિવાય તે પાચન સબંધિત સમસ્યાઓ ને લઈને પણ બહુ જ ફાયદાકારક સાબિત થાય છે.
રાત્રે ભાત ખાવાથી થતું નુકશાન
રાતના સમયે ભાત નું સેવન કરવું પણ ખતરનાક હોઈ શકે છે જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમારે ભાતનું સેવન ના કરવું જોઈએ. જો રાતના સમયે ભાતનું સેવન કરવામાં આવે તો તેનાથી ડાયાબિટીસ અને અન્ય બીમારીઓ નો ખતરો વધી શકે છે. જો રાતના સમયે ભાત ખાવામાં આવે તો સાઈનસ અને અસ્થમા ની સમસ્યા પણ વધી શકે છે. આ સાથે જ ઘણા લોકોને સ્વાસ ફૂલવાની સમસ્યા પણ ઉભી થઇ શકે છે. આ સાથે જ જો રાતે ભાટ નું સેવન કરવામાં આવે તો તેનાથી ગળાની ખરાશ વધી શકે છે.