ગુજરાતના લોક લાડીલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શ્રી રામ મંદિર માટે આપ્યું હતું આટલું દાન, રકમ જાણીને વખાણ કરશો….
ભવ્ય શ્રી રામ મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે આ ભવ્ય મંદિરના કણ કણમાં શ્રી રામ ભક્તોનું દાન સમાયેલું છે, તમને જણાવી દઈએ કે, વિશ્વ હિન્દુ પરિષદે 15 જાન્યુઆરીથી ભારતભરમાં રામ જન્મભૂમિ મંદિર માટે સહયોગ અભિયાન શરૂ કર્યું કર્યું હતું તેમજ મંદિર માટે અંદાજિત 900 કરોડના દાનનો હેતુ હતો પરંતુ રામભક્તોએ પોતાની તિજોરીઓ ખોલતા 3000 કરોડથી વધુ દાન એકઠું થયેલું.
તમને જાણીને આશ્ચય થશે કે મળેલ દાનના વ્યાજમાંથી જ શ્રી રામ મંદિરનો પહેલો માળ તૈયાર થઇ ગયો. ખરેખર શ્રી રામ મંદિર માટે અનેક ભાવિ ભક્તોએ દાનની સરવાણી વહાવી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે ગુજરાતના ભૂતપૂર્વં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રી રામ મંદિરના નિર્માણ માટે કેટલું દાન અર્પણ કર્યું હતું.
શ્રી રામ મંદિરમાં જે ભક્તોએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન અર્પણ કર્યું છે, ત્યારે ગુજરાતના પૂર્વમુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રૂ. 5 લાખનું દાન અર્પણ કર્યું હતું. શ્રી રામ મંદિર માટે અર્પણ કરેલું દાન દરેક લોકોની શ્રી રામ પ્ર્ત્યની અતૂટ ભક્તિનું પ્રમાણ છે. તમને જણાવી દઈએ કે, હાલમાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના માત્ર હવે 2 દિવસ જ બાકી છે.
શ્રી રામ મંદિર ભારતની ઓળખ બની રહેશે, 500 વર્ષના વનવાસ બાદ પ્રભુ શ્રી રામ બાળ સ્વરૂપે પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય મંદિર સૌ રામ ભક્તોના આસ્થાનું કેન્દ્ર બની રહેશે. ખરેખર શ્રી રામ મંદિરના કણ કણ માત્ર શ્રી રામ ભક્તોના અતુલ્ય અને અમૂલ્ય દાન થકી નિર્માણ થયું છે.