સોના અને ચાંદી ના ભાવમાં થયો મોટો ફેરફાર લગ્ન સમયગાળા પહેલા આ ભાવે મળે છે સોનું..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં કમુરતા નો સમયગાળો પૂરા થયા બાદ ફરી એક વખત લગ્નનો માહોલ જામવા જઈ રહ્યું છે તેવામાં લગ્નને લઈને લોકો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય લગ્નમાં સોના અને ચાંદીની ઘણું જ મહત્વ આપવામાં આવે છે આપણે સૌ સોના અને ચાંદીના મૂલ્ય થી પરિચિત છીએ દરેક વ્યક્તિની ઈચ્છા સોનું અને ચાંદી ખરીદવાની હોય છે પરંતુ આ ધાતુઓના ભાવ ઘણા જ વધુ હોય છે માટે દરેક લોકો આ ધાતુ ખરીદી શકતા નથી તેવામાં જો તમે પણ સોનુ ખરીદવા માંગતા હો આ અહેવાલ તમારા માટે છે
આપણે અહીં સોના અને ચાંદીના વર્તમાન ભાવો વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ જો વાત પીળી ધાતુ અંગે કરીએ તો જણાવી દઈએ કે આજે સરાફા બજાર માં સોના ના 10 ગ્રામ નો ભાવ રૂ.51470ના સ્તરે પહોંચી ગયું છે જો વાત અગાઉ ના દિવાસો માં સોના ના ભાવની સ્થિતિ અંગે વાત કરીએ તો તેના ભાવ આ મુજબ હતા.
જણાવી દઈએ કે ગઈ કાલે એટલે કે બુધવાર ના રોજ સોના ના 10 ગ્રામ નો ભાવ રૂપીયા 573 વધી ગયો હતો જે સાથે 10 ગ્રામ સોનું 51,470 રૂપિયા માં મળતું હતું આ ભાવ આગલા ટ્રેડિંગ સેશનમાં 10 ગ્રામ માટે રૂપિયા 50,897 હતો.
જ્યારે વાત બીજી અમુલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો ગઈ કાલે એટલે કે બુધવાર ના રોજ ચાંદીના દરેક કિલો ના ભાવ માં રૂપિયા 1,287 નો વધારો જોવા મળ્યો હતો આ સાથે એક કિલો ચાંદી રૂપિયા 67,257 એ પહોંચી હતી. જ્યારે વાત આગલા ટ્રેડિંગ સેશન અંગે કરીએ તો આ સમયગાળા માં એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા 65,970 હતો. જ્યારે આજે ચાંદી ના એક કિલો નો ભાવ 67,257 રૂપિયા છે.
આ તો થઈ ભારતીય સરાફા બજાર ની વાત કહે જો વાત વિશ્વ સ્તર પર ચાંદી ના અને સોના ના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે વિશ્વ સ્તર પર પણ સોનાએ પોતાની ચમક વધારી છે અહીં સોના ની કિંમત વધીને 1,921 ડોલર પ્રતિ ઔંસ થયું છે જ્યારે વાત ચાંદી અંગે કરીએ તો ચાંદી લગભગ 24.79 ડોલર પ્રતિ ઔંસ પર યથાવત રહી હતી.