પુરુષ મિત્રો સાથે ફરવા ગયેલ જવાનની પત્ની સાથે તેનાજ મિત્રોએ કર્યું ખોટું કામ અને હત્યા કરી જેબાદ પણ કરી એવી હરકત કે
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી મહિલા સુરક્ષા અને મહિલા સહશક્તિ કરણ ની ઘણી વાતો કરવામાં આવી રહી છે પરંતુ સમાજમાં રોજ બ રોજ મહિલા સાથે જે દુષ્કર્મ અને હિંસા ની તથા હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે તેને જોઈને લાગે છે કે મહિલા સહશક્તિ કરણ માત્ર વાતો છે તેને અસલ જીવન સાથે કોઈ સંબંધ નથી. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી જે રીતે મહિલા સાથે અયોગ્ય વર્તન અને હત્યાના કેશ સામે આવ્યા છે તેના કારણે આખા દેશ અને રાજ્યમાં લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે. જો કે આવા આરોપીઓ ને પોલીસ દ્વારા પકડીને ઘણીં આકરી સજા પણ આપવામાં આવે છે.
આપણે અહીં એક આવાજ કેશ વિશે વાત કરવાની છે કે જ્યાં પોલીસ દ્વારા એ જવાનની પત્ની ની હત્યા કરનાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તો ચાલો આપણે આ બાબતે વધુ માહિતી મેળવીએ. સૌ પ્રથમ જો વાત આ ઘટના અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ઘટના રતનપુર કાલોની છે કે જ્યાં એક સીઆરપીએફ જવાન કે જેમનું નામ ઇન્દ્રપાલ છે તેમની પત્ની ગીતા તારીખ 20 ફેબ્રુઆરી ના રોજ લાપતા થયા હતા, જેની રિપોર્ટ પતિ દ્વારા પોલીસ ને કરવામાં આવી હતી.
પોલીસ ને ઘટના અંગે જાણ થતા તેમણે મહિલા ને શોધવાનું કાર્ય હાથ ધર્યું. જે બાદ પોલીસ ને ગીતાનું મૃત શરીર આપત્તીજનક હાલતમાં મળ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરતા આખરે આ કેશ હવે સોલ્વ થઇ ગયો છે. જેને લઈને હાલમાં પોલીસ દ્વારા ત્રણ અપરાધીઓ ને પકડી પાડવામાં આવ્યા છે ક્યારે ચોથા અપરાધી ની તપાસ શરૂ છે. આ કેશ ને ઉકેલવા માટે પોલીસ દ્વારા ગીતાના ફોનની અને કોલ રેકોર્ડ ની તપાસ કરવામાં આવી હતી.
જેમાં પોલીસ ને માલુમ પડ્યું કે ગીતા ગંગાગંજ માં રહેતા પ્રોપર્ટી ડીલર પુષ્પેન્દ્ર અને કાનપુર ના દેહાંત રૂરા હસનપુર ગામમાં રહેતા મુખ્તાર સાથે વાત થઇ હતી. જણાવી દઈએ કે આ બને લોકો પોતાના મિત્રો સાથે ગીતા ના ઘરે ગયા હતા અને ત્યાંથી ગીતા સાથે ગાડીમાં ફરવા પણ ગયા હતા. જો કે પોલીસ ને તપાસમાં ગીતાના ઘરેથી બિયર ના કન્ટેનર અને અન્ય વસ્તુઓ પણ મળી હતી જે પરથી માલુમ પડે છે કે ગીતાએ હાજર લોકો સાથે બિયર પીધું હતું અને નાસાની હાલતમાં જ આ લોકો ગીતા ને ગાડીમાં લઇ ગયા હશે.
જો વાત ગીતાની મૃત્યુ અંગે કરીએ તો ડોક્ટરના જણાવ્યા અનુસાર ગીતાનું મૃત્યુ ગળું દબાવવાના કારણે થયું છે. ઉપરાંત એવી પણ સંભવના વ્યક્ત કરવામાં આવી છે કે ગીતા સાથે તેના મિત્રો દ્વારા દુષ્કર્મ પણ કરવામાં આવ્યો હશે. ગીતાના મૃત્યુ પહેલા તેનું અને મુખ્તાર તથા પુસપેન્દ્ર નું લોકેશન એક સાથે ગીતાના ઘરેજ જોવા મળ્યું હતું. જો કે જણાવી દઈએ કે ગીતા અને મુખ્તાર એકજ ગામના રહેવાસી હતા અને શાળામાં સાથે જ ભણતા હતા. ઉપરાંત લગ્ન બાદ તેઓ અવાર નવાર ફોન પર વાતો કરતા અને મળતા પણ હતા.
જો કે પુસપેન્દ્ર ઘણો હોશિયાર હતો માટે તેણે ગીતાના ઘરે જતા પહેલા આશરે 10 વાગ્યા આસપાસ પોતાનો ફોન બંધ કરી દીધો કે જેથી પોલીસ તેનું લોકેશન ટ્રેક ન કરી શકે આ સમયે ગીતાના જવાન પતિએ પુષ્પેન્દ્ર ને ઘણા ફોન કર્યા છતાં પણ તેનો ફોન ન લાગ્યો બાદમાં જયારે તેણે 3 વાગ્યે પોતાનો ફોન શરુ કર્યો ત્યારે પોતે કાનપુરમાં પોતાના ગામમાં જ હોવા ની વાત કહી. ગીતાની હત્યા બાદ આરોપીઓ દ્વારા તેના ઘરની કિંમતી વસ્તુ અને દાગીના ચોરીને પણ વેચી દીધા છે જેની જાણ પણ પોલીસ તપાસ માં થઇ. હાલમાં આ હત્યા ને લઈને પોલીસે ત્રણ ગુનેગાર ને પકડી પાડવામાં આવ્યા છે જયારે હજુ એક ની તપાસ શરુ છે.