આપડી ગુજરાતી છોકરી જે યુક્રેન માં ફસાયેલી છે તેનો આ વિડિયો સામે આવ્યો અને રડતા રડતા કહ્યું આ મારો છેલ્લો..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આખા વિશ્વમાં કેવો માહોલ સર્જાઈ ગયો છે જ્યાં એક તરફ આખું વિશ્વ ચીન ના કોરોના વાયરશ સામે લડી રહ્યું છે તેવામાં હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આખા વિશ્વમાં તણાવ નો માહોલ છે અને ધીરે ધીરે આ બે દેશ વચ્ચે નું યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું હોઈ તેવું પણ જોવા મળે છે કે જેમાં એક તરફ અમેરિકા અને નાટો દેશ છે જયારે બીજી તરફ રશિયા અને ચીન જેવા દેશો છે જયારે અન્ય અનેક દેશો પણ સીધા કે આડકતરી રીતે યુદ્ધમાં પોતાની ભુમિકા ભજવી રહ્યા છે.

તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ શરૂઆત પહેલા અમેરિકા અને નાટો દેશો દ્વારા યુક્રેનને લડાઈમાં મદદ કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ જ્યારથી યુદ્ધ શરુ થયું હે ત્યરથી કોઈ પણ દેશ યુક્રેનને મદદ કરતુ જોવા મળતું નથી હાલમાં યુક્રેનની નાની સામે રશિયાની વિશાળ સેના સામે યુદ્ધમાં એકલી પડી ગયેલ જોવા મળે છે. યુદ્ધના શરૂઆત થી જ રશિયન સેના યુક્રેન પર હુમલાવર છે અને એક પછી એક યુક્રેનના અનેક વિસ્તાર પોતાના કબ્જામાં કર્યા છે જો કે યુદ્ધના કારણે બંને દેશને ઘણું નુકશાન પણ સહન કરવું પડ્યું છે.

તેવામાં વિશ્વના વિકસિત અને સુપર પાવર ગણાતા દેશો આ યુદ્ધ રોકવા કે યુક્રેનને કરેલ મદદ આપવાના વચન ના બદલામાં ફક્ત ટીવી પર મોટી મોટી વાતો કરતા જ જોવા મળી રહ્યા છે આવી મહાસત્તાઓ દ્વારા હાલમાં યુક્રેનને એકલું પાડી દેવામાં આવ્યું છે જેના કારણે યુક્રેનમાં વસતા લોકોની હાલત ઘણી નાજુક અને કફોડી બની રહી છે યુક્રેનના લોકો સતત દેશ છોડીને અન્ય દેશોમાં જતા અને શરણ લેતા જોવા મળી રહ્યા છે જો કે યુદ્ધ વચ્ચે આજે પણ અનેક લોકો ફસાયા છે જેમાં ભારતના પણ અનેક વિદ્યાર્થીઓ છે કે જેઓ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયા હતા.

યુદ્ધને કારણે આ વિધાર્થીઓ અને ભારતમાં રહેતા તેમના માતા પિતા પણ ઘણા ચિંતામાં છે તેવામાં સૌ કોઈ ભારત સરકાર અને વિશ્વનેતા તથા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ મદદ માટે અપીલ કરી રહ્યા છે તેવામાં હવે ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને પાછા લાવવાની કામ ગિરી શરુ કરી દેવામાં આવી છે જેના અંતર્ગત અનેક વિધાર્થીઓ ને પરત લાવવામાં આવે છે પરંતુ હજુ પણ ઘણા વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે કે જેઓ સોશ્યલ મીડિયા પર વિડિઓ મૂકીને પોતાની વ્યથા લોકોને અને વિશ્વ સામે રજુ કરી રહ્યા છે.

ત્યારે ફરી એક વખત સોશ્યલ મીડિયા પર ગુજરાતી ની એક વિધાર્થિનીનો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રડતા રડતા જે કહે છે તેને સાંભળીને તમે પણ ભાવુક થઇ જાસો જણાવી દઈએ કે વીડિયોમાં જોવા મળતી યુવતી ગુજરાત ના વડોદરા શહેરની રહેવાસી છે જેનું નામ કોમલ રાવલ છે તેમણે સોશ્યલ મીડિયા પર વિડિઓ જાહેર કરીને યુક્રેનની ભયાવહ સ્થિતિ જણાવી છે. તેમણે રડતા રડતા જાણવું કે આ કદાચ તેમનો છેલ્લો વિડિઓ હશે હવે આવતા દિવસ નો સુરજ પોતે જોઈ શકશે કે કેમ તેની પણ ખાતરી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી ઘણી હિંમત હતી પરંતુ હવે હિંમત રહી નથી.

વીડિયોમાં કોમલ રાવલ જણાવે છે કે ચિંતા કરવાની જરૂર નથી તેઓ ઘણી સેફટી રાખી રહ્યા છે જે બાદ રડતા રડતા જણાવે છે કે હવે હાલત ઘણા ખરાબ થઇ ગયા છે અને રશિયાની સેના અંદર સુધી પહોંચી ગઈ છે તેમના બધા મિત્રો જતા રહ્યા છે અત્યાર સુધી હું સ્ટ્રોંગ હતી પરંતુ હવે હિંમત રહી નથી હવે સરવાઈવ કરવું મુશ્કેલ છે. તેમણે વધુ માં જણાવ્યું કે તેમની સાથે ફસાયેલા અન્ય લોકોની હાલત પણ ઘણી ખરાબ છે અને ખાવા પીવા પણ કઈ નથી તથા બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.