GujaratIndia

ગુજરાતના આ સ્ટાર ખેલાડી પર દુઃખનું આભ ફાટ્યું પહેલા પુત્રી અને હવે પિતાનો પણ સાથ ગુમાવ્યો પરંતુ ખેલાડીએ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનુસ્ય જીવન કુદરત ની સૌથી અનમોલ રચના પૈકી એક છે. મનુસ્ય જીવન મેળવવું જેટલું સહેલું છે તેના કરતા મુશ્કેલ તેને જીવવું છે આપણે સૌ જાણીએ છીએ કે આ મનુસ્ય જીવનમાં અવાર નવાર અને જીવનના દરેક તબક્કે અનેક મુશ્કેલીઓ અને પડકારો નો સામનો કરવો પડે છે પરંતુ ઘણી વખત વ્યક્તિના જીવનમા એક પછી એક એવા બનાવો બની જાય છે કે જેના કારણે એવું લાગે કે તે વ્યક્તિના જીવનમાં જ વિધાતાએ તમામ દુઃખો લખી નાખ્યા છે. હાલમાં આવો જ હાલ ગુજરાતના સ્ટાર ખેલાડી નો કે જેમના જીવનમાં દુઃખનો સેલાબ આવ્યો છે અને તેમના પરિવારની ખુશીઓને વહાવીને દુઃખના પથ્થર છોડતો ગયો છે.

આપણે અહીં ગુજરાતના સ્ટાર ખેલાડી વિષ્ણુ સોલંકી વિશે વાત કરીએ છીએ કે જેમણે થોડા જ સમય માં પોતાના બે સ્વજનો ખોઈ બેઠા છે. જણાવી દઈએ કે પંદર દિવસના સમયમાં જ પહેલા વિષ્ણુ સોલંકી પુત્રી અને હવે તેમના પિતાના નિધન ની માહિતી આવતા દરેક જગ્યાએ શોકનો માહોલ છે, જણાવી દઈએ કે હાલમાં ભુનેશ્વર ના કટક મુકામે રણજી ટ્રોફી ની ટુર્નામેન્ટ ચાલી રહી છે જેમાં વડોદરા ટીમના વાઇસ કેપટન અને રાઈટ હેન્ડ બેટ્સમેન વિષ્ણુ સોલંકી પણ રમી રહ્યા છે મેચને લઈને વિષ્ણુ સોલંકી કટક પહોંચ્યા હતા.

તેવામાં 11 ફેબ્રુઆરીના રોજ વિષ્ણુ સોલંકી ને રાત્રીના સમયે ખુશી સંદેશ આવ્યો કે તેઓ એક પુત્રીના પિતા બની ગયા છે. અને રાત્રીના 12.10 વાગ્યે તેમની પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે પરંતુ જાણે વિષ્ણુ સોલંકી ની ખુશીઓ ને કોઈની નજર લાગી હોઈ તેમ માત્ર 24 કલાક પુત્રીના જન્મની ખુશી ટકી તેવામાં 12 ફેબ્રુઆરીના રોજ રાતના 12 વાગ્યે ફરી વિષ્ણુ સોલંકી ને ફોન આવ્યો પરંતુ આજ વખતે ખુશી ને બદલે ગમ છવાઈ ગયો કારણકે માત્ર 24 કલાકમાં જ વિષ્ણુ સોલંકી ની નવજાત બાળકી મૃત્યુ પામી.

આપણે સૌ આ કરુણ સમયની વેદના જાણી શકીએ કે એક પિતા કે જે પોતાના કામને લઈને પોતાની બાળકીને મળી પણ ન શક્યો કે તેને આલિંગન પણ ન કરી શક્યો અને સીધુજ તેની અંતિમ વિધિ નો સમય આવ્યો. દીકરીના નિધન થી વિષ્ણુ સોલંકી ના પરિવારમાં શોક છવાઈ ગયો અને વિષ્ણુ સોલંકી વડોદરા આવ્યા અને દીકરી ની અંતિમ વિધિ કરી. જે બાદ થોડા દિવસ પરિવારને દુઃખમાં સહારો બનવા પરિવાર પાસ રહીને ફરી 17 તારીખે કટક ગયા અને પોતાના અંગત દુઃખની અસર રમતને ન થવા દીધી અને સદી બનાવી ને ટીમને મજબૂત કરી.

તેવામાં જાણે દુઃખની આખી સાહી વિષ્ણુ સોલંકી ના નસીબ પર ઢોળાઈ ગઈ હોઈ તેમ આજે જયારે વિષ્ણુ સોલંકી મેચ રમી રહ્યા હતા ત્યરે તેમને પિતાના અવસાન ની માહિતી મળી જેના કારણે વિષ્ણુ સોલંકી ઘણા તૂટી ગયા પરંતુ તેમણે હાર માની નહિ અને પોતાની સ્પોર્ટ્સ મેન સ્પિરિટ બતાવી મહત્વ પૂર્ણ મેચમાં અંગત દુઃખને ભૂલીને ટીમને મહત્વ આપ્યું અને વિડિઓ કોલ દ્વારા પિતાના અંતિમ દર્શન કર્યા આમ તેમણે પોતાના અંગત હિટ વિશે વિચારવા કરતા ટીમનો વિચાર કર્યો અને મુશ્કેલ પરિસ્થિતિ માં પણ પોતાની રમતનું સારું પ્રદર્શન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *