ગોલ્ડ બોન્ડ ને લઇ સરકારની મોટી જાહેરાત આ તારીખથી ખરીદી કરો અને મેળવો આટલો ફાયદો…..

મિત્રો આપણે જાણીએ છીએ કે હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે તેવા માં સૌ કોઈ સોનાના અને ચાંદી ના આભૂષણ અથવા કીમતી વસ્તુઓ ખરીદવા પ્રેરાય છે આવા સમયે લોકો કીમતી વસ્તુ ખરીદી અને તેમાં રોકાણ કરવાનું પણ વિચારે છે આવી ખરીદી અને રોકાણની માટે હાલ ઘણા જ વિકલ્પો છે ત્યારે આપણે એક એવા જ વિકલ્પો વિષે આપણે અહીંયા છે વાત કરવાની છે.

આવનાર તહેવારો જેવાકે કરવાચોથ, ધનતેરસ અને દિવાળી હવે ઘણાજ નજીક છે. ત્યારે આવા તહેવાર પર હવે સોનુ ખરીદવાનો સારો સમય છે. હવે આ સોનુ માર્કેટથી વ્યાજબી ભાવે પણ મળશે. મહિલાઓ ની ઈચ્છા સોનુ ખરીદવાની અને તેને સુરક્ષિત રાખવાની હોઈ છે.

આવો વિચાર કરતી મહિલાઓ માટે સરકારી દ્વારા ગોલ્ડ બોન્ડ ના રૂપમાં એક સારો એવો વિકલ્પ આપ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છેકે, સરકારી ગોલ્ડ બોન્ડ 25 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધીમા એટલેકે પાંચ દિવસોમાં તેની ખરીદી કરી શકાશે. અહીં આપણે જાણશુ કે ગોલ્ડ બોન્ડમા કરેલું રોકાણ કેટલું ફાયદાકારક છે.

સરકાર વતી RBI દ્વારા સોવરેન ગોલ્ડ બોન્ડ્સ જાહેર કરવામાં છે. આ બોન્ડ સરકાર જાહેર કરે છે. સરકાર દ્વારા આ બોન્ડ જાહેર થતાં હોવાથી તેની સોવરેન ગેરંટી હોય છે. આ બોન્ડ ની કિંમત 999 શુદ્ધતાવાળા સોનાની કિંમત સાથે સાંકળાયેલ હોય છે.

આ બોન્ડનો ફાયદો છે કે, તેમાં શરૂઆતના સમય માં રોકાણ માં દર વર્ષે વાર્ષિક 2.50%નું એક નિશ્ચિત વ્યાજ મળે છે. આ વ્યાજ રોકાણકાર ના બેંક ખાતામાં 6 મહિનાનું વ્યાજ જમા થાય છે. તમને જણાવી દઈએ કે આ બોન્ડનો સમયગાળો 8 વર્ષ માટે હશે પરંતુ 5 વર્ષ પછી ઉપાડવાનો પ્રાવધાન પણ મળશે. ગોલ્ડ બોન્ડ મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી હોય છે. આ બોન્ડ સરકાર દ્વારા જાહેર થતાં હોવાથી તેમાં નાદારી અંગે નું જોખમ હોતું નથી.

કોઇ પણ રોકાણકાર ઓનલાઈન અરજી અને ઓનલાઈન ચુકવણી દ્વારા દરેક એક ગ્રામ સોના પર 50 રૂપિયાની છૂટ મળશે એટલે કે રોકાણકાર ને 10 ગ્રામ સોના પર 500 રૂપિયાની બચત થશે. કોઇ પણ રોકાણકાર આ યોજનામાં ઓછામા ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનામાં રોકાણ કરી શકે છે. જયારે ટ્રસ્ટ કે અન્ય કંપનીઓ માટે આ મર્યાદા વધુમાં વધુ 20 કિલોની છે.

જો વાત રોકાણ અંગે કરીએ તો બેંગ્લુરુમા આવેલી ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રોના એક સર્વે મુજબ, હજુ પણ રોકાણ માટે સોનું બધાની પસંદ છે. તમને જણાવી દઈએ કે 25% મહિલાઓએ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. જ્યારે 10 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક કમાણી કરતી આશરે 40% મહિલાઓનો રસ સોનામાં રોકાણ માટે વધ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *