શહીદ દિવસે સાઈરામ દવે સહીત ૧૦૦ કલાકારો આમ ખાસ રીતે દેશના ક્રાંતિવીરને વીરાંજલિ આપશે! જાણો ખાસ કાર્યક્રમ અંગે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં આપનો દેશ સોનેકી ચીડ્યા ગણવામાં આવતો હતો આપણા દેશની જાહોજલાલી થી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારત આવી અને વેપાર કરવાના બહાને ભારત પર રાજ કર્યું જે પૈકી અંગ્રેજોએ સૌથી લાંબો સમય ભારત પર રાજ કર્યું. જો કે તે બાદ ભારત ને સ્વંત્ર કરવા માટે અનેક આંદોલનો અને અન્ય કર્યો કરવામાં આવ્યા જેમાં દેશના નાના થી લઈને મોટા વ્યક્તિઓ સુધી સૌ કોઈ જોડાણા જો કે આપણે આઝાદી એટલી આસાનીથી મળી નથી.
આ માટે આઝાદીના અસલી હીરો એવા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રાણી લક્ષ્મીબાઇ, મંગલ પડે જેવા અનેક દેશ ભક્તોએ બલિદાન આપ્યા છે ત્યારે આપણને આઝાદી મળી છે. આજ બાબત આજની પેઢીને યાદ રહે અને આઝાદીના મુલ્ય અંગે બાળકો સભાન બને તથા ક્રાંતિવીર ની સહીદી ને યાદ કરવા માટે એક ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ દેશના પાંચ રાજ્યોમાં ચુંટણી ના પરિણામ જાહેર થયા જેમાં પંજાબ માં આમ આદમી પાર્ટીએ ઘણી મોટી સફળતા મેળવી જે બાદ આપ નેતા ભગવંત માને બુધવારે ક્રાંતિવીર ભગતસિંહના ગામ ખટકડ કલાં ખાતે પંજાબનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી આ ઘટના ઘણી ચર્ચામાં રહી છે જેને લઈને ગુજરાત માં પણ શહીદો ના વીર કર્યો ને યાદ કરવામાં આવે તે માટે ઘણા સમયથી શહીદ દિન ના દિવસે વીરાંજલિ કાર્યક્રમમાં કાર્યક્રમ યોજવામાં આવે છે.
જણાવી દઈએ કે આ કાર્યક્રમ છેલ્લા 14 વર્ષથી સાણંદ ખાતે યોજાતો હતો. પરંતુ આજ વખતે આ કાર્યક્રમ અમદાવાદમાં યોજવાનો છે જે બાદ લોકોમાં દેશ ભક્તિ જગાડવા માટે આ કાર્યક્રમ રાજકોટ અને ગાંધીધામ, સુરત ઉપરાંત વડોદરા જેવા 10 શહેરોમાં પણ યોજાશે. જો વાત આજ વખતે ના ભવ્ય કાર્યક્રમ અંગે કરીએ તો તેમાં એક વિશાળ સ્ટેજ પર 100 જેટલા કલાકારો દેશભક્તિનાં રંગો વિખેરશે. ઉપરાંત આ શોમાં ક્રાંતિની કથાઓમાં ગુજરાતની શહીદીનાં કિસ્સા અંગે પણ માહિતી આપવામાં આવશે.
દર વખતે અનેક લોક કલાકાર સાંઇરામ દવેના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજે છે અને યુવાનોમાં દેશભક્તિ સિંચવાનું કામ કરે છે. જો વાત આ કાર્યક્રમ અંગે કરીએ તો તે ભાજપનાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલિ સમિતિ સાથે મળીને આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમને લઈને છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી.
તેવામાં હવે આ કાર્યક્રમ 23 માર્ચ અને શહીદ દિન નિમિત્તે યોજાવા જઇ રહ્યો છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત અન્ય નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.