એક મહિલા ને અકસ્માત નડ્યો, દવા લેવા ગયેલ મહિલા ને જીવ ગુમાવવો પડ્યો અને…..
આપણે અનેક અક્સ્માત વિશે માહિતી મેળવતા હોઈએ છીએ જોકે આવા અકસ્માત માં મૃત્યુ પામનાર લોકો નાં પરીવાર પર શું વિત્તી હશે તેનો કદાચ આપણે અંદાજ પણ ન લગાવી શકીએ પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્વજનો ને ખોવનુ દુઃખ ઘણું જ હોઈ છે.
આપણે અહીં એક એવાજ અકસ્માત વિશે જોઇશુ કે જેને કારણે એક મહિલા ને પોતાના જીવ ગુમાવવો પડ્યો હતો. આ ઘટના સુરતના ખટોદરામાં રોકડીયા હનુમાન મંદિર પાસે ના અક્સ્માત અંગેની છે.
મળતી માહિતી મુજબ સુરતના ખટોદરામાં રોકડીયા હનુમાન મંદિર પાસે એક ટ્રકે અને એક સ્કૂટર સવાર મહિલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અક્સ્માત ના કારણે આ મહિલાનુ મૃત્યુ થયું હતું.
આ અક્સ્માત બાદ ટ્રક ચાલાવનાર વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ લોકોએ આ વ્યક્તિ ને પકડી પાડ્યો હતો. આ મૃત્યુ પામનાર મહિલા નું નામ વૈશાલીબેન શાહ છે કે જેઓ રેડિંમેન્ટ ગરમેન્ટનો વેપાર કરે છે તેવુ જાણવા મળ્યું હતું.
મૃતક વૈશાલી બેનના પતિ કેતન શાહ ના જણાવ્યા અનુસાર તેમણે જ્યારે તેમની પત્ની ને ફોન કર્યો ત્યારે તેમનો ફોન અલગ જ વ્યક્તિ એ ઉપાડ્યો અને તેમને અક્સ્માત અંગે માહિતી આપી. ત્યારે તેમને ઘણોજ આઘાત પહોચ્યો હતો. જોકે તેમના પતિએ આ ટ્રક ચાલક સામે કડક પગલાં ભરાઈ એ જ માગ કરીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!