India

વરસાદ ને લઇ ફરી મોટી આગાહી ! 24 જેટલા જીલ્લા મા પડી શકે છે વરસાદ અને….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી વરસાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક જગ્યાએ મન મૂકીને વરસ્યો છે વરસાદને કારણે સાવ સૂકા પડી ગયેલા ક્ષેત્ર પણ હાલ લીલાછમ જોવા મળી રહ્યાં છે. તેવામાં ભારે વરસાદને કારણે અમુક રાજ્યોમાં નુકશાની પણ થઈ છે જોકે વરસાદના કારણે દેશના અમુક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે.

આ જ વખતે આવેલ પુષ્કળ વરસાદને કારણે દેશ અને રાજ્યમાં જળસંકટ થોડું હળવું બન્યું હોય તેવું નજરે પડી રહ્યું છે. પરંતુ આ વધુ વરસાદને કારણે ઘણા વિસ્તારોને નુકસાનનો પણ સામનો કરવો પડ્યો છે. ગુજરાત માં વરસાદે સત્તાવાર રીતે વિદાય લીધી છે જોકે દેશના અમુક ભાગોમાં હજી પણ ભારે વરસાદ જોવા મળે છે એવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આ રાજ્યને લઈને વરસાદ અંગે ખૂબ મોટી આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારમાં ફરી એક વાર વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે, હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર રાજ્યની રાજધાની પટના સહિત અન્ય 24 જિલ્લાઓમાં વરસાદની આશંકા છે, આવા વરસાદ ને કારણે હવામાન વિભાગે આ તમામ જિલ્લાઓમાં ગ્રીન એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી પવનની અસરથી હવામાનમાં ફેરફાર જોવા મળશે.

જો વાત કરીએ કે ક્યાં કયા જીલ્લા માં વરસાદ ની સંભાવના છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારના મધુબની, સીતામઢી, ગયા, ઉપરાંત કિશનગંજ, સુપૌલ, માધેપુરા, અરરિયા, પૂર્ણિયા, કટિહાર, સહિત પટના અને નાલંદા જિલ્લાઓમાં વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોસમ વિભાગ નું કહેવું છે કે બંગાળની ખાડી દ્વારા બિહારના ઉપરના ભાગમાં સાયક્લોનિક એર સિસ્ટમ સક્રિય છે. આ કારણે, બિહારના દરિયાકાંઠાના ભાગમાંથી વરસાદની સિસ્ટમ મધ્ય ભાગ સુધી પહોંચી રહી છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *