Gujarat

દર્દનાક અકસ્માત: પરીવાર પર ફાટ્યુ દુઃખ નું વાદળ એકજ પરીવાર ના 4 સભ્યો ના થયા મોત અને…

Spread the love

મિત્રો આપણે અવાર નવાર અનેક અક્સ્માત વિશે જોતાં અને સાંભળતા હોઈએ છીએ. તેવામાં મૃત્યુ પામનાર લોકો ના પરીવાર પર જાણે દુઃખ નો વાદળ ફાટ્યું હોઈ તેવું લાગે છે. આપણે જાણીએ છીએ કે પોતાના સ્વજનો ને ખોવાનુ દુઃખ ઘણુંજ હોઈ છે.

આમતો પરીવાર માથી કોઈ એક પણ સભ્ય નું મૃત્યુ થાઈ તો તે ઘણું જ દુઃખ દાઇ નીવડે છે પરંતુ જો તેવામાં પરીવાર કે સમાજ ના એક થી વધુ સભ્ય નું એક સાથે મૃત્યુ થાઈ તો ? તેવા સંજોગોમાં તેમના પરીવાર નો શું હાલ થતો હશે તે કદાચ આપણે વિચારી પણ ના શકીએ.

આપણે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરશું કે જ્યાં એક જ પરીવાર ના 3 સભ્યો સહિત એક અન્ય વ્યક્તિ એમ એક જ સમાજ ના 4 લોકો મૃત્યુ પામ્યા છે. આ બનાવ મહુધા પંથક પાસે થયેલ અક્સ્માત અંગે છે.

મળતી માહિતી અનુસાર સંતરામપુરના રહેવાસી એવા ચાર યુવાન આણંદ માં મલાતજ ગામે આવેલ મેલડી માતાજીનાં મંદિર દર્શન કરવા માટે એક ઇક્કો ગાડીમા જઈ રહ્યાં હતા. તે વેળાએ મહુધા પંથકના મંગળપુર પાટિયા નજીક એક ટ્રેલર ચાલકે તેમની આ ઇક્કો ગાડીને ટક્કર મારી હતી જેને કારણે આ અક્સ્માત સર્જાયો હતો.

આ ટક્કર બાદ તેમની ગાડી રોડની બાજુના ભાગ માં પલટી ખાઈ ગઈ હતી. જેને કારણે ચાર યુવાનો ને મોત નો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે આ અક્સ્માત માં એક પરિવારના 3 યુવાનનાં મોત થયા હતા. એક જ પરીવાર ના 3 સભ્યો સહિત એક અન્ય વ્યક્તિ એમ 4 લોકોના અવસાન અંગે જાણ થતાં સમગ્ર વિસ્તાર માં શોક ની લાગણી જોવા મળી હતી.

જો વાત આ મ્રુતકો વિશે કરીએ તો તેઓ મંગળવારના દિવસે મેલડી માતાજીના મંદિરે મંગળવાર ભરવા જઇ રહ્યા હતા. મળતી માહિતી મુજબ માતાજીના દર્શન માટે જઈ રહેલ યુવકો ના નામ આ પ્રમાણે છે સંતરામપુરના રાજુભાઈ સનાભાઇ ભોઇ સુરેશભાઈ અંબાલાલ ભોઈ અને સંજયભાઈ દીપાભાઇ ભાઇ આ લોકો મહિનામાં ચારથી પાંચ વાર માતાજી ના દર્શન અર્થે જતા હતા. તેવામાં આજ વખતે પહેલી વાર તેમની સાથે તેમનો મિત્ર સંજયભાઈ બારૈયા ગયો હતો.

આ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઈજા ગ્રસ્ત થયા જેમના નામ આ પ્રમાણે છે. આકાશ અશોકભાઇ દેવડા અને કારચાલક જિતુભાઇ ભૂલાભાઇ ભોઈ તેઓને નડિયાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે પોલીસ દ્વારા આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *