સુરત ની મહિલા રેસિડન્ટ ડોક્ટરે કર્યો આપઘાત જેના પછી તેમની માતાની હાલત જોઈ તમને પણ દુઃખ થશે પિતાએ જણાવ્યું કે….

મિત્રો આપણે અવાર નવાર લોકોના મૃત્યુ અંગે વાતો જોતા અને સંભાળતા હોઈએ છીએ પરંતુ તેમાની મોટા ભાગ ની મૃત્યુ કુદરતી કે આકસ્મિક હોઈ છે. પરંતુ જો કોઈ પોતે જ આત્મહત્યા કરીલે તો ? આમ તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુએ તેના સ્વજનો માટે દુઃખ ની બાબત ગણાય છે પરંતુ જો આવામાં કોઈ નાની ઉંમરની વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તો લોકોમાં આવા નાના મૃત્યુ ને લઇ ઘણું દુઃખ જોવા મળે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનુસ્ય જીવન ઘણુંજ કિંમતી છે આ જીવન એક જ વાર કોઈ પણ વ્યક્તિને મળે છે. જેને કારણે સૌ કોઈ ને પોતાનું જીવન ઘણું જ વહાલું હોઈ છે. પરંતુ તેવામાં જો કોઈ વ્યક્તિ પોતાના આવા અમૂલ્ય જીવન ને પોતે જ ટૂંકાવી દે તો ? એટલે કે પોતે જ આત્મહત્યા કરીલે તો ? તેવા સમયે તેમના મનમાં શું દ્વન્દ ચાલતો હોઈ તેનો કદાચ આપણે અનુમાન પણ ન લગાવી શકીએ.

આપણે અહીં એક એવા જ બનાવ અંગે જોવાનું છે જેમાં એ મહિલા ડોક્ટરે પોતાનો જીવ આપી આત્મહત્યા કરી છે તો ચાલો આ સમગ્ર ઘટના અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.આ બનાવ સુરત શહેર નો છે અહીંના એક હોસ્પિટલ માં રેસિડન્ટ ડૉક્ટર તરીકે કામ કરતી 26 વર્ષીય યુવતી કે જેનું નામ જીગીશા છે તેણે આત્માહત્યા કરી હતી.

મળતી માહિતી મુજબ તેનું પૂરું નામ જીગીશા કનુભાઈ પટેલ છે તેઓ મૂળ મહુવા ના કરચેલિયા ગામના વત્તની છે. કનુભાઈ ને બે દીકરીઓ છે જેમાંથી જીગીશા પહેલા વર્ષે રેસિડન્ટ તરીકે ગાયનેક વિભાગ માં સુરત ની સ્મીમેર હોસ્પિટલ માં ફરજ બજાવતા હતા. તેઓ આ હોસ્પિટલ ક્વાર્ટર માં રહેતા હતા. તેમની મોતના કારણ વિશે વાત કરીએ તો તેમણે હાથ માં ઇન્જેકસન વડે ઓવરડોસ લઇ લીધો હતો.

તેમણે એક દિવસ આગાઉ પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરી હતી. અને પછીના દિવસે પોતાની દીકરી ની આવી હાલત જોઈને તેમની માતા ના આંખમાં થી આંસુ રોકાતા જ નથી. તેમના પિતાએ જણાવ્યું કે જીગીશા દરેક નાની નાની વાતો પણ તેમને કહેતી પરંતુ આટલું મોટું પગલું ભરવાની છે તેની માહિતી તેણે ના આપી કે પોતાની આત્મહત્યા પાછળ ના કારણની પણ વાત ના કરી. તેમણે આત્મહત્યા કરતા પહેલા પોતાનો ફોન બંધ કરી લીધો હતો. જેની જાણ થતા તેમની માતાને પૂર્વે થોડો અંદાજો આવી જતા તે પુત્રીને મળવા તેના ઘરે ગઈ જ્યાં તેને ફક્ત તેનું મૃત શરીર જ મળ્યું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *