Gujarat

સુરત- પીપી સવાણી પરિવારે 300-દીકરીઓ ને સાસરે વળાવી હિન્દૂ,મુસ્લિમ,શીખ, ઈસાઈ તમામે પાડ્યા પ્રભુતામાં પગલાં,

Spread the love

ગુજરાતના સુરત જિલ્લામાં દર વર્ષે પીપી સવાણી પરિવાર દ્વારા પિતા વિહોણી દીકરીઓને સાસરે વળાવવામાં આવે છે અને તેમાં દીકરીઓના પરિવારને એક પણ રૂપિયાનો ખર્ચો થતો નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 24 અને 25 ડિસેમ્બરના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે 5:00 વાગ્યે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આશરે 300 જેટલી દીકરીઓના લગ્ન પીપી સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા હતા. બંને દિવસે 150 લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગી તરીકે પીપી સવાણી પરિવાર સાથે જાનવી લેબ્રોનના ગ્રુપના લખાણી પરિવાર પણ જોડાયો હતો. ગુરુવારે સવારના રોજ તમામ દીકરીઓના મહેંદી સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 300 લગ્નમાં 5,000 થી વધુ બહેનોને હાથમાં મહેંદી મૂકવામાં આવી હતી. આ લગ્નમાં દરેક ધર્મની બહેનો જોડાઈ હતી. જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ બહેનોના લગ્નનું તેના ધર્મ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ મુસ્લિમ, બે ખ્રિસ્તી આ સિવાય 56 જ્ઞાતિની દીકરીઓએ પ્રભુતામાં પગલા પડ્યા હતા.

માત્ર ગુજરાતની જ નહીં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ તથા અલ્હાબાદની પણ દીકરીઓએ આ લગ્ન સમારોહ મા ભાગ લીધો. જેમાં ઉત્તર પ્રદેશની બે દીકરીઓ મધ્યપ્રદેશની બે અલ્હાબાદની એક અને મરાઠી દીકરી એ આ લગ્ન સમારોહમાં જોડાઈ હતી. તો આ લગ્નમાં એક દિવ્યાંગ દીકરી એ પણ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેની જાન આણંદ જિલ્લામાંથી આવી હતી. પીપી સવાણી પરિવાર દ્વારા આ અનોખું કાર્ય કરીને એક સમાજમાં ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *