EntertainmentGujarat

સુરત- ઘેલાણી પરિવાર ના પુત્ર ના અનોખા લગ્ન ગાડી ને બદલે બળદગાડા માં વરરાજા, બેન્ડવાજા ના બદલે ગુજરાત પોલીસ બેન્ડ. જુઓ વિડીયો.

Spread the love

ગુજરાત માં લગ્ન ની સીઝન ચાલે છે. એવા માં લોકો લગ્ન નો આનંદ લઇ રહયા છે. સોશિયલ મીડિયા પર લગ્ન ના અવનવા વિડીયો વાયરલ થતા જ હોય છે. જેને જોઈ ને લોકો આનંદ માણતા હોય છે. આજના જમાનામાં લગ્ન દરમિયાન વરરાજા ને મોંઘી મોંઘી ગાડીઓ માં બેસાડી ને તેનો વરઘોડો કાઢવામાં આવતો હોય છે. ખાસ કરિ લગ્ન માં ડી.જે. નું મહત્વ ખુબ જ વધતું જાય છે. પહેલા ના જમાનામાં વરરાજા નો વરઘોડો બળદ ગાડા પર નીકળતો હતો.

જુના જમાના ના રીત રિવાજો નું અસ્તિત્વ હવે ધીમે ધીમે ભૂંસાતું જાય છે. તાજેતર માં સુરત નો એક અનોખો વરઘોડો જોવા મળ્યો વરઘોડો જોઈ ને લોકો અચમ્બિત રહી ગયા. વરરાજા નો વરઘોડો ગાડી ઓ માં કાઢવાને બદલે બળદગાડા પર કાઢવામાં આવ્યો હતો. સુરતના મોટા વરાછા સુદામાચોક વિસ્તારમાં એક આ વરઘોડો નીકળ્યો હતો. આ જાન માં ડી.જે. કે બેન્ડવાજા ની જગ્યા એ ગુજરાત રાજ્ય સરકારની પોલીસ બેન્ડ, બગીની જગ્યાએ બળદ ગાડુ, ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતીમાં વાપરવાનો નિર્ણય કરવામ આવ્યો હતો. અને જય જવાન અને જય કિસાનના નાદ સાથે દેશ ભકિતના નારા સાથે જાન નીકળી હતી.

આ જાન માં વરરાજા બળદગાડા પર આવ્યા હતા અને તેની સાથે 2-બળદગાડા, 15-અશ્વસવારો, 40-ડેકોરેટિવ કરેલી ઇકોથી લઇ મોંઘીદાટ સુધીની ગાડીઓ પણ હતી. જાનમાં આવેલા મહેમાનો કારમાં બેઠા હતા અને વરરાજા બળદગાડા માં બેસી ને જાન લઇ આવ્યા હતા. આ લગ્ન પ્રસંગ મા ઘણા મહાનુભાવો એ હાજરી આપી હતી જેમાં શ્રી ગોરક્ષનાથ આશ્રમના મહંત પીરયોગી શ્રી શેરનાથ બાપુ, ગુજરાતના અગ્રણી ઉધોગપતી જીવરાજભાઇ ધારુકા , પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઇ સવાણી, શ્રી સૌરાષ્ટ પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, શ્રી ખોડલધામ સુરતના કન્વીનર ધાર્મીકભાઇ માલવીયા, ગુજરાત પાસના કન્વીનર અલ્પેશભાઇ કથીરીયા સહીત નાઆ લોકો હાજર રહ્યા હતા.

ઘેલાણી પરિવાર દ્વારા આ પ્રસંગે ચાંદલા ની રકમ ને જુદી જુદી સેવા પ્રવુતિ માં દાન આપવામાં આવશો તેમ કહ્યું હતું. જેમાં દાન ની રકમમાં ગોરક્ષનાથ આશ્રમ જુનાગઢ ખાતે ચાલતા અન્નક્ષેત્રમા 11,000નું અનુદાન, કરુણા ચેરીટેબલ ટ્રસ્ટને 21,000નું અનુદાન, ગૌકુળ ચેરીટેબલ ટ્રસ્ટને 11,000 ગૌકુળ પરીવારને 11,000નું અનુદાન અને ગુજરાત પોલીસ બેન્ડ ને 15,000ની રકમ આપવામાં આવશો તેમ જણાવીને સમાજ માં એક ઉદાહરણ પૂરું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *