સુરતના હીરા વેપારી કરોડોની સંપત્તિ છોડીને પોતાની પત્ની સાથે લેશે દીક્ષા! દીક્ષા મુહૂર્ત લેવા જેગુઆર કાર પર સવાર થઈ કાઢી ભવ્ય શોભાયાત્રા….
આપણે જાણીએ છે જે સુરત શહેર એ સંયમનો માર્ગનું એક શ્રેષ્ઠ સ્થાન છે. અનેક ધનવાન વ્યક્તિઓ એ મોહ માયા છોડીને સંયમના માર્ગે ચાલી નીકળ્યા છે. હાલમાં ફરી એકવાર સુરત શહેરના હીરા વેપારી પોતાના પત્ની સાથે જૈન દીક્ષા લેશે.આ દંપતીનાં એક દીકરી અને એક દીકરો અગાઉ દીક્ષા લઈ ચૂક્યાં છે.
સૌથી ખાસ વાત એ છે કે, બંને દંપતી જેગુઆર કારમાં દીક્ષાનું મુહૂર્ત લેવા નીકળ્યાં હતાં. આ દંપતીનું નામ દીપેશ શાહ અને તેમનાં ધર્મપત્ની શોભાયાત્રા થકી મુહૂર્ત લેવા માટે ઉમરા જૈન સંઘમાં પહોંચ્યાં હતાં અને આ શુભ અવસરે દંપતીએ જેગુઆર કારમાં પહોંચી મહારાજ સાહેબ પાસે મુહૂર્ત માગ્યું હતું.
તમને જણાવી દઈએ કે શાહ પરિવાર વર્ષો પહેલાં બેલગામથી સુરત રહેવા આવ્યો હતો. આ પરિવાર ખૂબ જ ધનવાન છે છતાં પણ વૈભવશાળી જીવન છોડીને દીક્ષા લઈ રહ્યા છે. આજથી 10 વર્ષ પહેલાં તેમની પુત્રી પ્રિયાંશીએ 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને તેમના ભવ્ય શાહને પણ દીક્ષા લીધેલ તે સમયે ભવ્ય ફેરારી કારમાં દીક્ષા મુહૂર્ત લેવા ગયો હતો. સંયમ જીવનમાં મુનિ ભાગ્યરત્નવિજય નામ ગ્રહણ કર્યું હતું.
ફરી એકવાત શાહ પરિવારની શોભાયાત્રાના માર્ગમાં શ્રાવકો, સામાન્ય લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. હવે દીપેશ શાહ આજદિન સુધી તેઓ વૈભવી જીવન જીવતા આવ્યા છે, પરંતુ હવે તેઓ પોતાની પત્ની સાથે સંયમના માર્ગે ચાલવા દીક્ષા ગ્રહણ કરશે. તેઓ દીક્ષા લેશે અને તેમના મોટા પુત્ર તેમનો વેપાર સંભાળશે.મોટા દીકરાના લગ્ન બાદ દંપતીએ દીક્ષાના મુહૂર્ત લેવાનું વક્કી કર્યું હતું. ચાતુર્માસ દરમિયાન પ્રથમ મુહૂર્ત ઉત્સવનો કાર્યક્રમ યોજાશે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!