સુશાંત સિંહના નિધનના ત્રણ વર્ષ તથા રિયા ચક્રવર્તીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો ! ખુબ વાયરલ થઇ રહ્યો છે..જુઓ
સુશાંત સિંહ રાજપૂત, આ નામ એક એવું નામ બની ગયું છે જેના નામ માત્રથી અનેક લોકો ભાવુક થઇ જતા હોય છે. આ અભિનેતાએ પોતાના કરિયરની શરૂઆતમાં જ પોતાનો અંત આણી નાખ્યો હતો, તમને ખબર જ હશે કે સુશાંત સિંહ રાજપૂતે પોતાના જ ઘરે ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લીધું હતું. અત્યારે તો સુશાંત સિંહ રાજપૂત આપણી સમક્ષ હાજર નથી પરંતુ હજી તેઓ દરેક ચાહકોના દિલો પર રાજ કરે છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધનબાદ પણ તેઓ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વાતને લઈને સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચિત રહેતા જ રહે છે, એવામાં તેઓના જીવન વિશેની જ એક વિડીયો હાલ સામે આવ્યો છે જે રિયા ચક્રવર્તીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. સુશાંત સિંહના નિધન બાદ રિયા ચક્રવર્તી પર અનેક પ્રકારના એવા આરોપો લગાડવામાં આવ્યા હતા જે બાદ તપાસ હાથ ધરતા તેમ જ પુરી તપાસ કરતા આ મામલામાં રિયા ચક્રવતી નિર્દોષ સાબિત થઇ હતી.
સુશાંત સિંહના નિધનને 3 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે, તમને જણાવી દઈએ કે વર્ષ 2020 માં કોરોનાકાળ દરમિયાન 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે પોતાના જીવનનો અંત આણી નાખ્યો હતો, આવી ખબર મળતાની સાથે જ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો છવાય ગયો હતો તેમ જ તમામ લોકો દુઃખમય બન્યા હતા. એવામાં સુશાંત સિંહના નિધનને ત્રણ વર્ષ પૂર્ણ થતા તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પોતાના સોશિયલ મીડિયા પર સુશાંત સાથેનો એક વિડીયો શેર કર્યો હતો.
રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ સાથોનો વિડીયો પોતાના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો જે હાલના સમયમાં ખુબ ટ્રેન્ડીગમાં ચાલી રહ્યો છે. આ વાયરલ વિડીયોને લીધે જ હાલ રિયા ચક્રવર્તી પણ ખુબ ચર્ચાનો વિષય બની ગઈ છે, અમુક લોકો અભિનેત્રીની નિંદા કરી રહયા છે તો અમુક લોકો તેના વખાણ પણ કરી રહયા છે. આ વિડીયો જોયા બાદ એક યુઝરે તો એવું પણ લખ્યું હતું કે ‘જયારે બધું સંભાળવાનું હતું ત્યારે કાંઈ કર્યું નહિ હવે વિડીયો મૂકીને શું ફાયદો?’ આવી અનેક કમેન્ટ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા કરવામાં આવી રહી હતી.
View this post on Instagram