મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશ માં અલગ અલગ ધર્મ ને માનનારા લોકો વસે છે. જો કે તમામ ધર્મમા લગ્ન ને ઘણું જ પવિત્ર માનવામાં આવે છે તેમાં પણ આપણા દેશ માં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે માટે જ દેશની લગભગ દરેક વ્યક્તિ પોતાની યોગ્ય ઉમરે લગ્ન કરે જ છે.
મિત્રો લગ્નએ કોઈ મજાક નો વિષય નથી લગ્ન બાદ ફક્ત લગ્ન કરનાર દંપતિ ની જ નહીં પરંતુ બે પરિવાર ના લોકોનું જીવન બદલાઈ જાય છે. ગમ્મે તે ધર્મ હોઈ પરંતુ લગ્નમા પતિ પત્ની એક બીજા સાથે રહેવા અને આવનારી તમામ મુશ્કેલીઓ ને પાર કરીને સાથે હસી ખુશીથી રહેવા વચન આપતા હોઈ છે.
પરંતુ ઘણી વખત વ્યક્તિ ને યોગ્ય જીવન સાથી મળી શકતા નથી. જેના કારણે એક બીજાની સાતે જીવવાની વાતો કરનાર દંપતિ ને અલગ થવું પડે છે. હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા એ આત્મ હત્યા કરી છે. આત્મ હત્યા પાછળ નું કારણ મહિલા નાં પતિ, તેમની સાસુ અને નણંદ દ્વારા આપવામાં આવતું માનસિક તણાવ ને માનવામાં આવે છે. તો ચાલો આ બનાવ વિશે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આત્મા હત્યા નો આ દુઃખદ બનાવ તળાજાના મણાર ગામ નો છે અહીં એક મહિલા કે જેમનું નામ અફસાના બહેન છે તેમણે પોતાના જ સાસરામા છતની દિવાલ સાથેના હુક ની મદદથી આત્મ હત્યા કરી હતી. જે બાદ અફ્સાના બહેનના ભાઈ ઉસ્માનભાઈ હાસમભાઈ એ બહેનની આત્મ હત્યા પાછળ સાસરિયા દ્વારા મળતા ત્રાસ ને જવાબદાર ગણાવ્યુ છે.
જણાવી દઈએ કે અફ્સાના બહેનના લગ્ન 10 વર્ષ પહેલા ઈમરાનભાઈ કુરેશી સાથે થયાં હતા. જે બાદ થોડો સમય પછી અફ્સાના બહેન પોતાના પિયર આવ્યા અને સાસરા તરફથી મળતા ત્રાસ અંગે જણાવતા કહ્યું કે તેમનો પતિ ઈમરાન દારૂ પીવે છે અને રોજ તેમની સાથે ઝઘડો કરે છે. ઉપરાંત સાસું દહેજ માટે મેણાં ટોણાં મારે છે જ્યારે નણંદ એવું કહે છે કે તારા કારણે ઈમરાન દારૂ પિવે છે.
જો કે તે બાદ વડીલો દ્વારા ત્યારે મામલો શાંત કરવામાં આવ્યો પરંતુ થોડા સમય પછી ફરી પહેલા જેવી સ્થિતિ થતાં અફ્સાના બહેન પોતાના પિયર આવતા રહ્યા. તોડા સમય બાદ તેમના સસરા નું એક્સિડન્ટ થતાં તેમને પરત બોલાવવામાં આવ્યા જોકે ત્યારે પણ સાસરા તરફથી ત્રાસ યથાવત રહેતા અંતે કંટાળી ને અફ્સાના બહેન ને આત્મ હત્યા કરી હતી.