Categories
Gujarat

ગુજરાતમાં બિપોરજોયે મચાવી દીધી આટલી બધી તબાહી ! જાણી લ્યો ‘બિપોરજોય’ ટકરાયા બાદની આ મોટી ખબરો….

ગુરુવાર રાતના સમયે ટકરાયેલો વાવાજોડા ‘બિપોરજોયે’ ગુજરાત રાજ્યમાં ઘણી તબાહી મચાવી ચુકી છે, હજી આ વાવાજોડું શાંત થવાનું નામ નથી લઇ રહ્યું. કચ્છ તથા પોરબંદર તેમ જ દ્વારકાના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાએ પોતાનો વિનાશ વિખરેયો હોય તેવી સ્થિતિ સર્જી કાઢી છે કારણ કે વાવાઝોડાને લીધે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે તો ઘણા બધા ગામો પણ સંપર્ક વિહોણા બની ગયા છે અને વીજળી વિહોણા બની ચુક્યા છે, એહવાલ અનુસાર સામે આવ્યું છે આ વાવાઝોડાને પગલે ગુજરાત રાજ્યમાં 23 જેટલા લોકો ઘાયલ થયા છે.

જ્યારવા 25 જેટલા પશુઓના દર્દનાક મૃત્યુ થવા પામ્યા છે, એટલું જ નહીં આ ચક્રવાત આવે તેની પેહલા જ બે લોકો મૌતને પણ ભેટી ગયા છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અત્યાર સુધીની 10 મોટી ખબરો લઈને આવ્યા છીએ.

1.બિપોરજોય વાવાઝોડાને પગલે રાજયમાં અનેક જગ્યાએ વીજળીના થાંભલા તેમ જ વૃક્ષો પડવાની ખબર સામે આવી છે એટલું જ નહીં વૃક્ષો રસ્તા પર આવી પડતા તમામ પ્રકારનો માર્ગ વ્યવહાર પણ રોકાયો હતો જેના પગલે પ્રશાસનની ટીમે આ વૃક્ષો હટાવાનું કામ પણ કર્યું હતું.

2. રાજ્યમાં ચક્રવાતનું સંકટ આવતા રાજ્યના અનેક જિલ્લાના સ્કૂલ તથા કોલેજો માં રજા રાખવામાં આવી હતી જયારે અમદાવાદ શહેરની અંદર અટલ બ્રિજ તેમ જ સાબરમતી રિવરફ્રન્ટ તેમ જ રાજ્યના અનેક મંદિરોના દર્શન માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, આ મંદિરોમાં સોમનાથ દ્વારકા જેવા મંદિરોનો સમાવેશ થાય છે કારણ કે આ મંદિરો દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલ છે.

3.ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયા બાદ બિપોરજોય વાવઝોડુ હવે પાકિસ્તાન તરફ પ્રયાણ કરી રહ્યું છે, લેન્ડફોલની પ્રાક્રોયા પૂર્ણ થયા બાદ પણ રાજ્યમાં ખુબ તેજી સાથે પવન ગુકાય રહ્યો છે, હવામાન વિભાગ અનુસાર જાણવા મળ્યું છે કે સાડા 11 કલાકના રોજ આ વાવાઝોડું પાકિસ્તાન તરફ જશે જેની અસર ભારતના રાજસ્થાનમાં પણ થવાની છે.

4.રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાએ કેટલી બધી તારાજી સર્જી છે તે અંગેની જાણ હાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી છે, એટલું જ નહીં તેઓએ એક ઇમર્જન્સી કંટ્રોલ રૂમથી એક બેઠક બોલાવી હતી જેમાં તેઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે આ અંગેની વાત કરી હતી.

5.બિપોરજોય વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છમાં થઇ શકે તેવી આશઁકા વ્યક્ત કરવામાં આવી હતી, એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે કે આ વાવાઝોડાને લીધે કચ્છની અંદર કોઈપણ વ્યક્તિના મૃત્યુ થયા નથી, આ જાણકારી ખુદ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જાણકારી આપી છે.

6.ભારતીય હવામાન વિભાગ દ્વારાંજનવામાં આવી રહ્યું છે કે બિપોરજોય વાવાજોડું પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે, આ વાવાઝોડું ભુજથી ફક્ત 30 કિમિના અંતરે આવેલ છે એવામાં સાંજ સુધીમાં આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં બદલાય તેવી સંભાવના સેવવામાં આવી રહી છે, સૌરાષ્ટ તથા કચ્છમાં આજે પણ 50થી60 કિમિ પ્રતિ કલાકની ગતિએ હવા ઉડી શકે છે તેવી સંભાવના સાધવામાં આવી રહી છે.

7.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બિપોરજોય વાવાઝોડાથી થનારી જાનહાનીને તો રોકી લેવામાં આવી છે પરંતુ રાજ્યના મુદ્રા, જખાઉ, કોટેશ્વર,લખપત તથા નલિયા જેવા ભાગોમાં ભારે વરસાદ થવાને કારણે ત્યાં બચાવ કાર્ય કરતી ટિમોને તેનાત કરી નાખવામાં આવી છે.

8. NDRFની ટિમ અનુસાર જણાવામાં આવ્યું છે કે લેન્ડફોલ પેહલા જ તે પોરબંદર તથા રાજકોટની અંદર 1-1 મૃત્યુ થઇ જવા પામ્યું છે અને અનેક લોકોની લાપા વિશેની સૂચનાઓ પણ મળવા પામી છે. રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 NDRFની ટિમોએ બચાવકાર્યોનો મોરચો સાંભળ્યો છે,દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ,વલસાડ તથા દીવ જેવા અનેક વિસ્તારોમાં સેવામાં જુટી ગઈ છે.

Categories
Gujarat

ગુજરાત પર બિપોરજોયનું કાઉન્ટડાઉન શરૂ ! ગુજરાતથી ફક્ત આટલું દૂર છે આ વાવાઝોડું, વાવાઝોડાને પગલે આ જિલ્લામાં ભારે વરસાદ….

છેલ્લા ઘણા સમયથી સમાચારપત્રો તથા ન્યુઝ ચેનલોમાં જો કોઈ સમાચાર સામાન્ય બની ગયા હોય તો તે બિપોરજોય વાવાઝોડાના છે, થોડા સમય માટે આ વાવઝોડા વિશે કહેવામાં આવી રહ્યું હતું કે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જશે પરંતુ અચાનક જ ફરી એક વખત આ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર આવાનો છે, આ વાવઝોડુ દરિયાકાંઠાના અનેક વિસ્તારોને ખુબ વધારે અસર કરવાનું છે આથી જ કાંઠાના વિસ્તારમાં રહેલા અનેક લોકોનું સ્થળાન્તર પણ અત્યારે કરી નાખવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ વાવાઝોડા અંગે એક બેઠક બોલાવી હતી અને જ્યા જ્યા આ વાવાઝોડું ત્રાટકવાનું છે તેવા તમામ વિસ્તારોમાં NDRF તથા SDRF ની અનેક ટીમોને મોકલી આપવામાં આવી છે અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પણ આ વાવાઝોડા અંગેની અનેક જાણકારી પ્રાપ્ત કરીને તેના પર નજર રાખી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બિપોરજોય વાવાઝોડું આજ રોજ સાંજે 4 વાગે ગુજરાતના જખૌ તથા પાકિસ્તાનના કરાચીમાં લેન્ડફોલ થશે તેવી સંભાવના સાધવામાં આવી રહી છે. મુખ્ય વાત તો એ છે કે આ વાવાઝોડાને લીધે ગુજરાત રાજ્યના અનેક એવા કાંઠાના વિસ્તારો ખુબ પ્રભાવિત થશે જેમાં મુખ્ય સૌરાષ્ટ તથા કચ્છના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ પ્રકારની જાનહાની તેમ જ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે થઇને 1 લાખ લોકોને સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે.

સાંજે 4થી8 વાગ્યાની ગાળાની અંદર કચ્છના જખૌ તથા પાકિસ્તાનના કરાચીમાં આ વાવઝોડુ લેન્ડ થશે, જેવું તે લેન્ડ થશે ત્યારે જ હવાની ગતિ 125થી135 કિમિ પ્રતિ કલાકથી વધીને 150 કિમિ પ્રતિ કલાક સુધીની થઇ શકે છે તેવી આશઁકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વાવાઝોડુ કચ્છ, દેવભૂમિ દ્વારકા,જામનગર તથા મોરબી જિલ્લાની અંદર ભારે તારાજી સર્જી શકે સંભાવના હાલ રહેલી છે જયારે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ તથા જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર સિવાયના રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે અસગ્રસ્ત થનારા વિસ્તારોમાં 18 NDRF, 12 SDRF, 10 લશ્કરી રિલીફ તથા ફાયર બ્રિગેડ તથા લોકલ પોલીસ કાફલાને તેનાત કરવામાં આવ્યા છે. હાલ દરેકના મોઢા પર ફક્ત એક જ પ્રાર્થના છે કે હે ભગવાન બસ આ વાવઝોડાને ગુજરાત પર આવતા રોકી લ્યો.

Categories
India

કુદરતની આફત વચ્ચે લોકો બીચ પર દરિયાની મજા માણવા પોહચ્યાં ! મજા ન મળી પણ સજા મળી ગઈ જે જીવનભર યાદ રહેશે…જુઓ વિડીયો

સમાચાર પત્રો તેમ જ ન્યુઝ ચેનલો દ્વારા અથવા તો ફોનના માધ્યમથી તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં વાવાઝોડું આફત બનીને ભારત દેશના અનેક સ્થળોને ધામોળવાનું છે, એવામાં આ વાવાઝોડાને લગતા અનેક વિડીયો તથા તસવીરો હાલ સોશિયલ મીડિયા દ્વારા સામે આવી રહી છે જેમાં અમુક ખુબ જ ચોંકાવી દેતી તસવીરો કે વિડીયો હોય છે તો અમુક તસવીરો તો હચમચાવી દેતા હોય છે, એવામાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

તમને ખબર જ હશે કે સરકારની અનેક એવી ચેતવણી બાદ પણ લોકો આવી ચેતવણી કે સલાહને માનતા હોતા નથી અને જીવના જોખમે અનેક એવી જગ્યાએ ચાલ્યા જતા હોય છે જ્યા ખતરો હોય છે. એવામાં આ વાતને સાબિત કરનારો જ એક વિડીયો ખુબવાયરલ થઇ રહ્યો છે જેમાં એક બીચ પર ઘણી સંખ્યામાં લોકો પોતે દરિયાની મોજ માણતા જોવા મળી રહયા હતા પરંતુ અચાનક જ કુદરતે એવી દસ્તક આપી કે સૌ કોઈ હલ્લી જ ગયું હતું.

વાયરલ થઇ રહેલો આ વિડીયો રત્નગિરિનો હોવાનું સામે આવ્યું છે જેમાં અનેક યાત્રિકો બીચની જા માણતા નજરે ચડી રહયા છે, એવામાં અચનાક જ દરિયામાં કરન્ટ જેવું આવતા મોજા ઉછળવા લાગે છે અને દરિયો આગળ વધવા લાગે છે. એવામાં અચાનક જ એક મોજું એટલું મોટું આવે છે કે જેમાં પ્રવાસીઓને બચવાનો પણ મૌકો નથી મળતો અને અનેક લોકો આ મોજાના પ્રવાહમાં ચાલ્યા જાય છે.

વિડીયો જોઈને હકીકત અંગે તો કોઈ પ્રકારે વાત ના કરી શકાય કે કેટલા લોકો તણાયા હશે. આ વિડીયોને jamawat નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને હાલ લાખો લોકોએ જોઈ લીધો છે અને વિડીયો જોયા બાદ પણ ઘણા લોકોએ આ વિડીયો અંગેની અનેક એવી પ્રતિક્રિયા પણ આપી હતી. જેમાં એક યુઝર તો જણાવે છે કે ‘લોકો ક્યારે સમજુ બનશે?’ આવી અનેક પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા યુઝરોએ આપી હતી. આ વીડિયો વિશે તમારું શું કેહવું છે ? કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Jamawat Media (@jamawat3)