કુદરતની આફત વચ્ચે લોકો બીચ પર દરિયાની મજા માણવા પોહચ્યાં ! મજા ન મળી પણ સજા મળી ગઈ જે જીવનભર યાદ રહેશે…જુઓ વિડીયો
સમાચાર પત્રો તેમ જ ન્યુઝ ચેનલો દ્વારા અથવા તો ફોનના માધ્યમથી તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં વાવાઝોડું આફત બનીને ભારત દેશના અનેક સ્થળોને ધામોળવાનું છે, એવામાં આ વાવાઝોડાને લગતા અનેક વિડીયો તથા તસવીરો હાલ સોશિયલ મીડિયા દ્વારા સામે આવી રહી છે જેમાં અમુક ખુબ જ ચોંકાવી દેતી તસવીરો કે વિડીયો હોય છે તો અમુક તસવીરો તો હચમચાવી દેતા હોય છે, એવામાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
તમને ખબર જ હશે કે સરકારની અનેક એવી ચેતવણી બાદ પણ લોકો આવી ચેતવણી કે સલાહને માનતા હોતા નથી અને જીવના જોખમે અનેક એવી જગ્યાએ ચાલ્યા જતા હોય છે જ્યા ખતરો હોય છે. એવામાં આ વાતને સાબિત કરનારો જ એક વિડીયો ખુબવાયરલ થઇ રહ્યો છે જેમાં એક બીચ પર ઘણી સંખ્યામાં લોકો પોતે દરિયાની મોજ માણતા જોવા મળી રહયા હતા પરંતુ અચાનક જ કુદરતે એવી દસ્તક આપી કે સૌ કોઈ હલ્લી જ ગયું હતું.
વાયરલ થઇ રહેલો આ વિડીયો રત્નગિરિનો હોવાનું સામે આવ્યું છે જેમાં અનેક યાત્રિકો બીચની જા માણતા નજરે ચડી રહયા છે, એવામાં અચનાક જ દરિયામાં કરન્ટ જેવું આવતા મોજા ઉછળવા લાગે છે અને દરિયો આગળ વધવા લાગે છે. એવામાં અચાનક જ એક મોજું એટલું મોટું આવે છે કે જેમાં પ્રવાસીઓને બચવાનો પણ મૌકો નથી મળતો અને અનેક લોકો આ મોજાના પ્રવાહમાં ચાલ્યા જાય છે.
વિડીયો જોઈને હકીકત અંગે તો કોઈ પ્રકારે વાત ના કરી શકાય કે કેટલા લોકો તણાયા હશે. આ વિડીયોને jamawat નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને હાલ લાખો લોકોએ જોઈ લીધો છે અને વિડીયો જોયા બાદ પણ ઘણા લોકોએ આ વિડીયો અંગેની અનેક એવી પ્રતિક્રિયા પણ આપી હતી. જેમાં એક યુઝર તો જણાવે છે કે ‘લોકો ક્યારે સમજુ બનશે?’ આવી અનેક પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા યુઝરોએ આપી હતી. આ વીડિયો વિશે તમારું શું કેહવું છે ? કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram