Categories
Gujarat

અંબાલાલ પટેલની ફરી એક વખત હચમચાવતી આગાહી ! આ તારીખથી 48 કલાક ગુજરાત માટે ખુબ ભારે રહેશે…ધોધમાર વરસાદ…..

ગુજરાત રાજ્ય પર હજી બિપોરજોય નામનું સંકત ગયું છે ત્યાં અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને ખુબ મોટી આગાહી કરી છે. સમાચાર પત્રો તેમજ ન્યુઝ ચેનલોના માધ્યમથી તમે જોયું જ હશે કે ‘બિપોરજોય’ ચક્રવાતે ગુજરાતના કચ્છ તથા દ્વારકા જેવા અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ વિખેર્યો હતો, વાવાઝોડું તો આવ્યું સાથો સાથ ગુજરાતના અનેક જગ્યાએ ખુબ ભારે વરસાદ થવા પામ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના માંડવીની અંદર 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આ મોટી તબાહી થયા બાદ અંબાલાલ પટેલે આવનાર 48 કલાકને લઈને ગુજરાતના હવામાન માટે ખુબ મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, એટલું જ નહીં સૌરાષ્ટ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા આ વેધર શાસ્ત્રીએ કરી હતી,ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 20થી24 તારીખ સુધીઆ દેશના મધ્ય ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે બાદ 25થી27 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના આનેક એવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આગાહીને લંબાવતા તેઓએ જણાવું હતું કે આવનાર 21 જૂન,28 જૂન તથા 1 જુલાઈના રોજ ઉચ્ચ દબાણની અસરને પગલે ગુજરાતવાસીઓને 48 કલાક માટે સાવધાન રેહવું પડશે.

આવનારી 22,23 તથા 24 તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી શકવાની સંભાવના હવામાન શાસ્ત્રીએ કરી હતી, એટલું જ નહીં પદેશના અનેક ભાગોમાં 4,5 અને 6 જુલાઈના રોજ વરસાદ પડશે, અંબાલાલની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો આવનારી 22 જૂનના રોજથી નિયમિત ચોમાસુ બેસી શકે છે.

આ તારીખને ધ્યાનમાં રાખીને જ તમામ ખેડૂતોએ વાવણીની તૈયારી કરવી જોઈએ, આ આ વખતના ચોમાસા વિશે જો વાત કરવામાં આવે તો મધ્યમ ચોમાસુ રહી શકે છે તેવી હવામાંન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. અસહ્ય ગરમી વચ્ચે હવે આવનાર 22 તારીખના રોજ આશાવાદી ચોમાસુ બેઠશે તેવી અંબાલાલ પટેલે વાત જણાવી છે.

Categories
Gujarat

અંબાલાલની આગાહી નોનસ્ટોપ ! હવામાનને લઈને વધુ એક મોટી આગાહી કરી, આ દિવસે કડાકા ભડાકા સાથે વરસાદ થશે..

ગુજરાત રાજ્યની અંદર જ્યારથી બિપોરજોય વાવાઝોડું ગયું છે ત્યારથી રાજ્યના ગરિમાના પારામાં ખુબ વધારો થવા પામ્યો છે, ગુજરાત રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં નો ગરમીનો પારો ટોચ પર ચડી ગયો હતો. એવામાં હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થઇ ચુક્યો છે જયારે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ થઇ ગયું છે જે ચોમાસા અંગેના મોટા સંકેત આપી રહ્યું છે. એવામાં અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરી નાખી છે.

બંગાળની ખાદીતેમ જ અરબસાગરના ભેજને ધ્યાનમાં લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જે આપણા રાજ્ય માટે ખુબ મહત્વકાંશી બની શકે છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે કે આવનાર 28થી30 તારીખમાં ઉત્તર તથા મધ્યમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. એવામાં ગુજરાતના અમદાવાદ, મહેસાણા તથા વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના સાધવામાં આવી રહી છે, આ આગાહી અરબસાગર તથા બંગાળની ખાડીના ભેજના લીધે કરવામાં આવી રહી છે.

અંબાલાલે આ આગાહી કરી તો હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 5 દિવસોની અંદર વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી હતી, હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આવનારી 25 અને 26 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ડકસિંહન ગુજરાતના નર્મદા,છોટા ઉદેપુર, વડોદરામ રવિવારના રોજ જયારે ભરૂચ તથા વડોદરા જિલ્લામાં સોમવારના રોજ વરસાદ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ અમદવાદ સહિતના બીજા અનેક જિલ્લાઓમા રવિવારના રોજ ભારે વરસાદ થવાની શક્યતાઓ સાધવામાં આવી રહી છે.કરવામાં આવેલી આ આગાહી કેટલા અંશે સાચી પડશે અને કેટલી સફળ રહેશે તે અંગે તો આવનારું વાતાવરણ પરથી જાણવા મળી શકશે.તમારું આ આગાહી વિશે શું મંતવ્ય છે તે અંગે જરૂર કમેન્ટમાં જરુર જણાવજો.

Categories
Gujarat

વાવાઝોડાએ પ્રચંડ રૂપ ધારણ કર્યું ! આ તારીખે આવી રહ્યું છે, ગુજરાતથી કેટલું દૂર છે ? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ……

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દરેક જગ્યાએ ફક્ત એક જ સમાચાર ચર્ચિત થઇ રહ્યા છે જે વાવાઝોડાના સમાચાર છે. હાલના સમયમાં એવી સંભાવના સાધી રહેવામાં આવી રહ્યા છે એવામાં ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર થવાની છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવી રહ્યું છે. એવામાં આ વાવાઝોડાને લઈને ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દ્વારકાથી 300 કિમિ દૂર છે એવામાં વાતાવરની સ્થિતિ જોઈને સરકાર દ્વારા અનેક એવા સુરક્ષાને લગતા પગલાંઓ લેવામાં આવ્યા છે, દરિયાકાંઠાના વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાન્તર કરવામાં આવી રહ્યું છે જયારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે, આ ચક્રવાત વધારે ભયન્કર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ પણ દાખવામાં આવી છે,.

વાવાઝોડાને પગલે SDRF તથા NDRFની ટિમોને પ્રભાવિત એરિયામાં મૂકી દેવામાં આવી હતી. આ વાવાઝોડાથી પ્રભાવતી 16 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે એવામાં 15 જૂનના રોજ સંભવિત રીતે આ વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તેમજ ગુજરાતના તમામ બંદર વિસ્તારોમાં પણ 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે જે ખરેખર અસલી આપત્તિનું માર્ગર્દર્શન બતાવે છે.

આ આફત આવતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ચક્રવાત પર નજર રાખી છે અને એક ખાસ મિટિંગ રાખી હતી જેમાં તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક માધ્યમથી વાત કરી હતી અને આ આપત્તિ વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી તથા સહાયનું આશ્વાસન પણ આપ્યું હતું.

http://લોકેશન જોવા અહીં ક્લિક કરો https://www.windy.com/?21.764,72.150,5

Categories
Gujarat

ગુજરાત પર ‘બિપોરજોય’નું સંકટ !! હાલ ક્યાં છે આ વાવાઝોડું ?? કેટલા વિસ્તારને અસર કરશે? વાવાઝોડાની લોકેશન જાણી તમને આંચકો લાગશે….

ગુજરાતમાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈને તંત્ર ઘણું સાવચેત થઇ ચૂક્યું છે અને તમામ દરિયાકાંઠાના વિસ્તારો તેમજ બંદર વિસ્તારોમાં જરૂરી ચેતવણી આપતા સિગ્નલો લગાવીને માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી રહી છે. વર્તમાન દિવસોમાં તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસરને પગલે પવનની ઝડપમાં પણ વધારો થવા પામ્યો છે.

હાલના વાતારવર્ણમા જોઈ શકાય છે કે પવનની ઝડપ ખુબ વધી ગઈ હોવાની સાથો સાથ જ દરિયામાં પણ ભારે કરંટની સ્થિતિ ઉદભવી હતી. એવામાં હાલ આ વાવાઝોડું ક્યાં ગતિ કરી રહ્યું છે અને ક્યાં પોહચ્યું છે તે અંગેની માહિતી આજે અમે આજના આ લેખના માધ્યમથી લઈને આવ્યા છે.હાલના સમયમાં દરેક બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાની અસર પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડ જેવા અનેક કાંઠાના વિસ્તારોમાં થશે આથી ત્યાં બચાવકાર્યોની ટીમને પણ તેનાત કરી આપવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત પર આ વાવાઝોડું નહીં ત્રાટકે જે હકીકત જ છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર તો જોવા મળશે જ તેવું હવાણ વિભાગ દ્વારા પણ જાણવામાં આવ્યું હતું.બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છનો વિસ્તાર પર અસરગ્રસ્ત થઇ શકે છે. વાવાઝોડું નજીક આવતા દરિયા ખુબ મોટો કરંટ પણ જોવા મળ્યો હતો. સુરતના સુવાલીના દરિયાકાંઠે 4થી5 ફૂટ મોટા મોટા મોજા ઉછળી રહ્યા હતા.

જ્યારે આ વાવાઝોડાને પગલે સુંવાલી અને ડુમસ બીચને પણ બંધ કરી દેવામાં આવ્યા હતો, જયારે દ્વારકાના શિવરાજ પૂર બીચ પર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો કારણ કે ત્યાં સૌથી વધારે પ્રવાસીઓ હાલ જતા હોય છે, એવામાં જાણતા ન જાણતા કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને પ્રશાસન દ્વારા આવું મોટું પગલું લેવામાં આવ્યું છે.

વાવાઝોડાની લાઈવ લોકેશન ચેક કરવા અહીં ક્લિક કરો :https://www.windy.com/?18.198,58.579,6,m:eebah1j