Categories
Entertainment

લગ્ન પહેલાં પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા મહાકાલના દર્શન કરવા માટે બહુજ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા….જુવો તસવીરો

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા આ સમયે ‘ આમ આદમી પાર્ટી ‘ ના નેતા રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન ને લઈને ચર્ચામાં જોવા મળી આવી છે. આ વચ્ચે જ હાલમાં અભિનેત્રી પોતાના મંગેતર રાઘવ સાથે મધ્યપ્રદેશ ના ઉજ્જૈન માં આવેલ ‘ મહાકાલેશ્વર મંદિર ‘ માં મહાકાલ ના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર માનવામાં આવે તો પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા 25 સપ્ટેમ્બર 2023 ના રોજ લગ્ન ના બંધનમાં બંધાવા જય રહ્યા છે. એવામાં પોતાના લગ્ન પહેલા આ કપલ ઉજ્જૈન માં આવેલ મહાકાલ ના મંદિર માં પગે લાગયા અને ઈશ્વરના આશીર્વાદ લીધા હતા.

પવિત્ર મંદિર માં પ્રાથના કરતા બંને ની ઘણી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહયા છે. સામે આવી રહેલ તસ્વીરોમાં જોઈ શકાય છે કે રાઘવ અને પરિણીતી એ મંદિર માં પૂજા અર્ચના કરી હતી અને થોડી વાર માટે નંદી હોલમાં પણ બેઠા હતા. આ દરમિયાન રાઘવ અને પરિણીતી ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યા હતા. જ્યાં રાઘવ ચઢ્ઢાએ પીળા રંગની ધોતી સાથે લાલ રંગનો દુપટ્ટો પહેર્યો હતો. બીજી તરફ ‘બ્રાઇડ ટુ બી’ પરિણીતી સફેદ બ્લાઉઝ સાથે પીચ કલરની સાડીમાં સિમ્પલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ દરમિયાન બંને મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. આ પહેલા પરિણીતીએ ‘બ્રાઈડલ એશિયા’ મેગેઝિન સાથે વાત કરતા પ્રેમ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે કહ્યું કે તે તેના માતા-પિતાના પ્રેમથી પ્રેરિત છે તેણે કહ્યું હતું કે મારા પ્રત્યેનો પ્રેમ એટલે અતૂટ વફાદારી, કપરા સમયમાં એકબીજાની પડખે ઊભા રહેવું અને સૌથી અગત્યનું છે તમારી જાત બનવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે મારા માટે વાસ્તવિક લાગણીઓ મહત્વપૂર્ણ છે, ઉન્મત્ત હાવભાવ નથી. હું હંમેશા એવી વ્યક્તિ ઇચ્છતી હતી જે મારી સાથે વાસ્તવિક બની શકે.

તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023ના રોજ દિલ્હીના ‘કપૂરથલા હાઉસ’માં શાનદાર રીતે સગાઈ કરી હતી, જેમાં રાજનીતિના ક્ષેત્રથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સુધીની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપલ શિયાળામાં લગ્ન કરવા જઈ રહ્યું છે. જે બાદ પરિણીતી અને રાઘવ પણ રાજસ્થાનમાં લગ્ન સ્થળ શોધતા જોવા મળ્યા હતા.

જો લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો રાઘવ અને પરિણીતી 25 સપ્ટેમ્બર 2023ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. એવા અહેવાલો છે કે તેની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરાની જેમ પરિણીતી પણ રાજસ્થાનમાં શાહી લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, પરિણીતી અને રાઘવે તેમના લગ્નની તારીખ ફાઈનલ કરી લીધી છે અને આગામી મહિને તેઓ લગ્ન કરશે. લગ્ન બાદ આ કપલ ગુરુગ્રામમાં ભવ્ય રિસેપ્શન પણ યોજશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Categories
Entertainment

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાએ લગ્ન પહેલા સુવર્ણ મંદિરમાં કરી પૂજા, કપલ એકસાથે સુંદર લાગી આવ્યું સુંદર…..જુવો તસવીરો

અભિનેત્રી પરિણીતી ચોપડા અને તેમના રાજનેતા મંગેતર રાઘવ ચઢ્ઢા ને હાલમાં જ અમૃતસર માં જોવામાં આવ્યા હતા. તે ન્યુલી એંગેજ કપલ પોતાના લગ્ન પહેલા આશીર્વાદ લેવા માટે સુવર્ણ મંદિર પહોચ્યા હતા, તેમની અમૃતસર યાત્રા નવી દિલ્લી માં સગાઈ પછી થોડા સપ્તાહ પછી થઈ છે. હજુ હાલમાં જ નવવિવાહિત જોડા પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા નો એક વિડીયો જોવામાં આવ્યો હતો. જે પોતાના લગ્ન પહેલા આશીર્વાદ લેવા માટે અમૃતસર ના સુવર્ણ મંદિર પહોચ્યા છે.

બંને 30 જૂન 2023 ના રોજ મોડી રાત્રે આ શહેર માં પહોચ્યા  હતા અને તે સમયે તેમણે મંદિર પરિસર ની મુલાકાત પણ લીધી હતી. જેનાથી અનઆવશયક ભીડ થી બચી શકાય. પોતાની યાત્રા માટે પરિણીતી એ એક ઓફ વ્હાઇટ કલર નો રેશમી સલવાર સુટ  અને મેચિંગ દુપટ્ટો પસંદ કર્યો હતો જે દુપટ્ટો માથા પર જોવા મળ્યો હતો. બીજી બાજુ રાઘવ એ એક સફેદ રંગ ના કુર્તા પાયજામા માં નજર આવ્યા હતા. જેને ગ્રે કલર ની નહેરુ જેકેટ ની સાથે જોડ કરી હતી.

પોતાના જલ્દી જ  લગ્ન થવાના હોવાથી  તેઓ ઈશ્વર પાસે આશીર્વાદ માંગતા બને બહુ જ ખુશ લાગી રહ્યા હતા. આ જોડા ને અંતિમ વખત ઉદયપુર થી પરત આવતા સમયે સાથે જોવામાં આવ્યા હતા  તે એક વેડિંગ વેનયુ ની તલાશ કરવા માટે ગયા હતા. તમને જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવ ની સગાઈ 13 મે 2023 ના રોજ થઈ હતી. સમારોહ માં પરિવાર અને નજીક ના મિત્રો ઉપસ્થિત થયા હતા. પરંતુ ટોપ પોલિટીસીયન ની ઉપસ્થિતિ ના કારણે તેને બંધ દરવાજા ની પાછળ અને જોરદાર સુરક્ષા ની વચ્ચે આયોજિત કરવામાં આવ્યું હતું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી પરિણીતી ની કાકાની દીકરી બહેન પ્રિયંકા ચોપડા જોનાસ અને ફેશન દિજાઈનર મનીષ મલ્હોત્રા પણ અભિનેત્રી ની સગાઈમાં ઉપસ્થિત થયા હતા. કપલ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈની ઘણી તસ્વીરો શેર કરી હતી અને આની સાથે પરિણીતી એ કેપશનમાં લખ્યું હતું કે જે ઇચ્છયું એ પૂરું થઈ ગયું મે હા કહી દીધી… જો કામની વાત કરવામાં આવે તો પરિણીતી ચોપડા ને છેલ્લે અમિતાબ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ ઊંચાઈ ‘ માં જોવામાં આવી હતી. હવે તે જલ્દી જ ફિલ્મ ‘ ચમકીલા ‘ માં નજર આવશે.જેમાં તે દિલજીત દોસાંજ ની સાથે મુખ્ય ભૂમિકા માં હશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)