તળાજા તાલુકાના સદવિચાર હોસ્પિટલમાં પ્રસ્તુતિ સમયે થયેલ ડોક્ટર ની બેદરકારી ના કારણે કોળી સમાજ ના સ્વ. હર્ષાબેન તથા તેમના બાળક નું દુઃખદ અવસાન થયેલ છે

તો તેમના પીડિત પરિવાર ને ન્યાય આપવા માટે આજે કોળી સમાજ દ્વારા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું આને પ્રાંત અધિકારી ને આવેદ આપ્યું આ આવેદ પત્ર આપવા માટે કોળી સમાજ ની વાડી થી લઈ ને મામલતદાર કચેરી શુધી રેલી યોજી હતી આ રેલી માં આશરે 1000 થી 1500 જેટલા લોકો જોડાયા હતા.

ચુડાસમા હર્ષાબેન વિષ્ણુભાઈ રહે સરતાનપર તા.તળાજાના રહેવાસી ને ડીલીવરી માટે સદવિચાર જનરલ હોસ્પિટલ ગોપનાથ રોડ તળાજા ખાતે તા.10/08/2021 ના રોજ સવારના સમયે લાવેલ અને તેને આ દવાખાનામા દાખલ પણ કરેલ ત્યાર બાદ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ડો.શરદભાઈ પંડ્યા સાહેબ દ્વારા તેણીની સારવાર શરૂ કરેલ અને ટેવોએ ડોક્ટર સાહેબ ને કાઈ તકલીફ થાય તેમ નથી તેવું પૂછેલું તો કહેલ કે કોઈ તકલીફ નથી. ડિલિવરી સીઝેરિયનથી થઈ જશે.

ત્યારબાદ બોપોરના સમયે ડીલીવરી સીઝેરીયનથી કરેલ આ ડીલીવરી થયા બાદ આ હર્ષાબેન ને બ્લડ શરૂ થઈ ગયેલ અને કિડની કામ કરતી બંધ થઈ ગયેલ તેમજ પેશાબ બંધ થઈ ગયેલ ત્યારબાદ લોહી ની 1 બોટલ ચડાવ્યા બાદ બીજી બોટલ ચાલુ કરી આ ડોક્ટર સાહેબે આ હર્ષાબેન ને ભાવનગર બજરંગદાસ હોસ્પિટલમાં લઈ જવા પડશે તેવું જણાવેલ આથી ચાલુ બોટલે ભાવનગર બજરંગદાસ હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યારબાદ ભાવનગર સારવાર શરૂ કરેલ અને આમારી પાસે પાંચ ( 5 ) બોટલ લોહીની મંગાવેલ અને કહેલ કે બિલ્ડીંગ બંધ થતું નથી .ઓપરેશન ફરી થી ખોલવું પડશે અને તે લોકોએ સારવાર શરૂ કરેલ આ સારવાર દરમિયાન આ હર્ષાબેન આવસાન પામેલ છે.

આમ આ તળાજા ની સદવિચાર જનરલ હોસ્પિટલ ના ડોક્ટર શરદ પંડ્યા દ્વારા હર્ષાબેન ની ડીલીવરી દરમિયાન ઘોર બેદરકારી દાખવેલ અને આ ડીલીવરી વખતે એનેસ્થેશિયા આપવા અંગે તેમના પરિવાર ને જાણ પણ કરેલ નથી

આ આવસાન પામેલ વ્યક્તિ ના નાના નાના ત્રણ બાળકો છે આ ત્રણેય બાળકો એ એમની છત્રછાયા ગુમાવી છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *