તારક મહેતાકા ઉલટા ચશ્માને લઈને મોટો ખુલાસો આકારણે શો છોડી રહ્યાછે કલાકરો નેહાએ જણાવ્યુંકે અસિત મોદી રોજ તેમની સાથે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે મનોરંજન ઘણું જરૂરી છે તેવામાં લોકને મનોરંજનમાં કોમેડી વધુ પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત નો એક શો કે જે ઘણા વર્ષોથી ફક્ત દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ લોકોમાં ખુશીઓ વહેચવાનું કામ કરી રહ્યો છે આ શો નું નામ તારક મહેતા કા ઉલટા ચશ્માં છે. આપણે સૌ જણીએ છીએ કે આ કાર્યક્રમે છેલ્લા લગભગ ૧૫ વર્ષથી લોકોને પેટ પકડી ને હસવા માટે મજબુર કર્યા છે.
જો કે આજે પણ ટીઆરપીની રેશ માં શો ઘણો આગળ રહે છે પરતું છેલ્લા થોડા સમયથી આ શોમાં બધું ઠીક હોઈ તેવું લાગતું નથી. કારણકે એક પછી એક જે રીતે કલાકારો આ શોને છોડી રહ્યા છે તેને જોતા લાગે છે કે શો પર કંઇક તો ચાલી રહ્યું છે. જેને લઈને હાલમાં ઘણી જ મહત્વ પૂર્ણ માહિતી મળી રહી છે. જણાવી દઈએ કે આત્યાર સુધીમાં દયા ભાભી, ટાપુ, સોનું, અંજલી, બાવરી, શોધી ના કિરદાર નિભાવનાર કલાકરો શો છોડી ગયા છે.
પરંતુ જયારે શોમાં અંજલી નું પાત્ર ભજવતી નેહા મહેતા ને શો છોડવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમનું અસિત મોદીને લઈને ઘણું સન્માન છે, વધુમાં જણાવ્યું કે એ વાત માનવી જોઈએ કે કોઈ પણ કલાકાર ને રડાવી ને તેમની પાસેથી સારું કામ ન લઇ શકાય, જો કે શોમાં અમુક એવી વસ્તુ હતી જેને લઈને નેહા ને અસિત મોદી સાથે વાત કરવી હતી.
જેને લઈને નેહાએ કહ્યું કે જો એમ કહેવામાં આવે કે તમારે તમારા અહંકારને દુર કરવાની જરૂર છે. અને એવું પણ કહેવામાં આવે કે જો તમારે શો છોડી ને જવું હોઈ તો તમે જઈ શકો છો તમારા સ્થાને બીજા ઘણા વિકલ્પો છે કે જે ઓછા પૈસે સારું કામ આપી શકે છે તો? ઉપરાંત વારંવાર જણાવવા છતા કાર્ય અને મહેનત ને લઈને યોગ્ય વળતર ણ આપવામાં આવે તો વ્યક્તિ કંટાળીને શું કરે.
જો કે આ કોઈ પહેલો બનાવ નથી કે જ્યાં તારક મહેતા ના કલાકારો અને શોના મેકર્સ અસિત મોદી વચ્ચે ટકરાર ની માહિતી આવી હોઈ આ પહેલા પણ વર્ષ ૨૦૧૭ માં અવી જ ઘટના સામે આવી હતી કે જ્યાં અસિત મોદી અને ટપ્પુ નું પત્ર ભજવનાર ભવ્ય ગાંધી વચ્ચે ટકરાવ ની માહિતી સામે આવી હતી.
જેને લઈને અસિત મોદી નું કહેવું છે કે તેમણે હમેશા ભવ્ય ને સાથ આપ્યો અને જીવનમાં પિતા તુલ્ય મદદ આપી છતા પણ ચાલુ શો દરમિયાન ભવ્ય અધુરી માહિતી આપીને ગુજરાતી ફિલ્મ કરવા લાગ્યો. જો કે આ બાબત ને લઈને કોઈ તકલીફ ણ હતી પરંતુ જયારે તેના આવા વર્તન ને કારણે શો ને તકલીફ થવા લાગી ત્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો.
તેમણે વધુ માં કહ્યુકે એક મહત્વ પૂર્ણ એપીસોડની શુટિંગ માં કે જ્યાં ભવ્ય ની ખાસ જરૂર હતી તેમાં તેણે શુટિંગ ની ના કહેતા કાર્યમાં ખલેલ થવા લાગી જો કે આવા સમયે ટપુ ના કિરદાર માં અન્ય વ્યક્તિ ને લાવ્યા સિવાય કોઈ રસ્તો પણ ન હતો જો કે તેમણે દુઃખ પણ પ્રગટ કર્યું કે એવી આશા ન હતી કે ટપુ આમ અમને અધવચ્ચે છોડી ને ચાલ્યો જશે. ટપુ ના આવા નિર્ણયથી દુઃખ થયું.
આ ઉપરાંત થોડા સમય પહેલા અસિત મોદી અને પોપટલાલ નું પાત્ર ભજવનાર શ્યામ વચ્ચે પણ આવીજ ટકરાવ અંગે સમાચાર સામે આવ્યા હતા કે જ્યાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી શોને લઈને લંડન ગયા હતા. તેવામાં આ શોનું શુટિંગ થતુ ન હોવાથી શ્યામ તુરત લંડન ફરવા ગયા પરતું આ વાત અસિત મોદીને પસંદ આવી નહિ અને જયારે શ્યામ પાછા આવ્યા ત્યારે તેમની અને અસિત મોદી વચ્ચે ઘણી ટક્કર થઇ જે બાદ તેમને શો થી દુર કરવામાં આવ્યા હતા પરંતુ સમાધાન થતા ફરી બોલાવી લેવામાં આવ્યા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.