લગ્ન બાદ દીકરી ને વિદાય આપતા કલાકાર માયાભાઇ આહીર ની આંખો માંથી સરી પડ્યા હતા આંસુ, જુઓ ખાસ તસવીરો.
આપણા ગુજરાતમાં અનેક ડાયરા ના કલાકારો અને ગાયક કલાકારો આવેલા છે. ડાયરાના કલાકારોમાં પોતાની ખ્યાતિ ધરાવતા ડાયરાના કલાકાર એટલે માયાભાઈ આહીર. માયાભાઈ આહીર આજે ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ અનેક કાર્યક્રમો કરે છે. ગુજરાતમાં હાલ લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે. એવામાં આજે અમે તમને માયાભાઈ આહીરે થોડા વર્ષો પહેલા તેની દીકરીના લગ્ન કરાવ્યા હતા.
તેના કેટલાક ફોટાઓ અને તેના લગ્ન વિશે થોડી ઘણી વાત કરીશું. થોડા વર્ષો પહેલા માયાભાઈ આહિરે તેની પુત્રી ના લગ્ન અમરેલી જિલ્લાની અંદર આવેલા ભાજપના નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ સાથે કરાવ્યા હતા. આ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માયાભાઈ આહીર દીકરીના લગ્નને ત્રણ દિવસમાં અનોખી રીતે ઉજવ્યા હતા.
જેમાં ગરબાથી માંડીને તમામ વિધિઓ કરવામાં આવી હતી. માયાભાઇ આહિરે તેની દીકરીના લગ્ન તેના ગામ ભાવનગર જિલ્લામાં આવેલા તળાજા તાલુકાના બોરડા ગામમાં યોજ્યા હતા. જ્યાં ખૂબ જ ભવ્ય રીતે જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વરરાજા અને તેના સાથે આવેલા લોકો હાથી ઉપર સવાર થઈને આવ્યા હતા અને લગ્નને ધૂમધામ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા.
આખું ગામ માયાભાઈ આહીર ના દીકરી ના લગ્નમાં જોડાયું હતું અને ધૂમધામ પૂર્વક દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. માયાભાઈ આહીર અને તેના પરિવારના સભ્યો ના મોઢા ઉપર દીકરીના લગ્ન ની ખુશી જોવા મળતી હતી. માયાભાઈ આહીર આજે વિદેશમાં જઈને પણ અનેક કાર્યક્રમો કરતા આવ્યા છે અને ખૂબ જ નામ કમાઈ ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!