38-કરોડ વર્ષ પુરાણા જીવાષ્મ ના અવશેષ ભારત માંથી મળી આવતા વિશ્વ ના દેશો ને લેવી પડી નોંધ. ભારત માં આવેલ આ સ્થળ,
આપણા ભારતમાં ઘણા બધા હજારો, લાખો વર્ષ પુરાણા અનેક એવા ઐતિહાસિક સ્થળો આવેલા છે અને આવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા વિદેશમાંથી પણ ઘણા બધા લોકો આવતા હોય છે. વિદેશમાંથી પ્રવાસીઓની સાથે સાથે ઘણા બધા દેશોના વૈજ્ઞાનિકો પણ આવા સ્થળોની મુલાકાત લેવા આવતા હોય છે. ભારતીય સંસ્કૃતિ લાખો નહીં પણ કરોડો વર્ષ પુરાણી સંસ્કૃતિ છે.
તેના પુરાવા પણ ઘણા બધા સ્થળોએથી મળી આવ્યા છે અને હાલમાં પણ આવા અનેક પુરાવાઓ મળતા રહે છે. હાલમાં ફરી એક પાછો જીવાશ્મનો પુરાવો ભારત દેશમાંથી મળી આવ્યો છે. જીવાષ્મ ની વાત કરવામાં આવે તો જીવાસમ એટલે કે, જે તે સમયે જીવિત રહેલા જીવોના અવશેષો જે કરોડો વર્ષ પછી પણ અમુક ખડકોના નીચે દટાયેલા અવસ્થામાં હોય છે અને તેના દ્વારા પૃથ્વીની સપાટી ઉપર પથ્થરોના રૂપમાં સુરક્ષિત રહે છે.
આવા જીવાશ્માના અવશેષો ભારતના સહારનપુરના શિવાલિક ક્ષેત્રમાંથી મળી આવ્યા છે. જાણવા મળ્યું કે સહારનપુર શિવાલિક ક્ષેત્રમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે. જેમાંની એક નદી સહનશરા નદી નો જીર્ણો દ્વાર કરવામાં આવ્યો ત્યારે ભૂસ્તર વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન થતા શિવાલિક ક્ષેત્ર અને નદીમાં આજુબાજુ માંથી જીવાશ્મના અવશેષો મળી આવતા આ બાબતે દુનિયાને પણ હાલમાં નોંધ લેવાનો વારો આવ્યો છે.
જેમાં ઉત્તરાખંડના ઇકોલોજી એન્ડ ડેવલપમેન્ટ વૈજ્ઞાનિક ડોક્ટર ઉમર સૈફેદ દાવો કરેલ છે. જીવાશ્મ હાઈડનોસેરસ નામના બહુકોશિકીય જીવનો છે. આ જીવાષ્મ મળ્યા બાદ ઘણા બધા રહસ્ય ઉજાગર થવાની ચર્ચા થઈ રહી છે. જાણવા મળ્યું કે સહારનપુરમાં જે જીવાસમાં મળ્યા છે તે લગભગ 38 કરોડ વર્ષ જૂના જીવાષ્મ છે અને આમ આખી દુનિયાએ પણ આજે ભારત દેશની નોંધ લેવાનો વારો આવ્યો છે અને દુનિયાની નજર પણ સહારનપૂરમાં મળેલા 38 કરોડ વર્ષ જૂના જીવાષ્મ ના સંશોધન ઉપર પડેલી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!