bollywood

ગુજરાતી ફિલ્મ માં મોટું નામ એટલે ‘મમતા સોની’ આજે જીવે છે આલીશાન જીવન, જુઓ ઘર ની અદભુત ખાસ તસવીરો.

Spread the love

આપણા ગુજરાતમાં અનેક કલાકારો વસવાટ કરે છે. પરંતુ કેટલાક કલાકારો એવા હોય છે કે જે ગુજરાતમાં જન્મ્યા હોતા નથી પરંતુ છતાં પણ ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. એવી ગુજરાતી ફિલ્મની અભિનેત્રી એટલે મમતા સોની. મમતા સોની વિશે આજે અમે તમને જણાવીશું. મમતા સોની અત્યાર સુધીમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, રાજસ્થાની જેવી 27 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મમતા સોની નું મૂળ વતન ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન છે.

મમતા સોની રાજસ્થાનના અજમેરના કિશનગઢ ના નાનકડા ગામની વતની છે. તેમના મમ્મી રાજસ્થાનના નાનકડા ગામ પાટણના છે મમતા સોની નો જન્મ નાનીમા ના ઘરે થયો હતો. મમતા સોની આજે ગુજરાતી ફિલ્મમાં અનેરૂ અને ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેના પરિવારની વાત કરવામાં આવે તો તેના પપ્પા આર્મીમાં એન્જિનિયર છે. તેઓના ઘરમાં સ્ત્રીઓને ખાસ એવું બહાર નીકળવાનું આવતું ન હતું પરંતુ છતાં પણ મમતા સોની આજે આગવું સ્થાન ધરાવે છે.

નાનપણથી જ તેમને ડાન્સનો ખૂબ શોખ હતો. આથી જામનગરના એક ડાન્સ કોમ્પીટેશનમાં તે ભાગ લેવા ગયા હતા. ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કેમેરામેનની નજર તેના ઉપર પડી અને ત્યારથી તેની સફળતા શરૂ થઈ. મમતા સોનીએ પ્રથમ હિટ ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે કરી હતી. જેમાં તે લીડ રોલ માં હતા. તેમની સાથે વિક્રમ ઠાકોર પણ હતા.

મમતા સોની જ્યારે ફિલ્મોમાં આવ્યા ત્યારે તેને ગુજરાતી ભાષા બોલતા આવડતી ન હતી પરંતુ જેમ જેમ આગળ વધ્યા તેમ ગુજરાતી ભાષામાં તેની પકડ આવી ગઈ. મમતા સોનીએ સૌપ્રથમ દિવસ દિગ્દર્શક કાંતિ દેવની ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત મમતા સોની સાથે વિક્રમ ઠાકોરનું નામ જોડાયેલું છે. મમતા સોની અનેક ફિલ્મ વિક્રમ ઠાકોર સાથે આપેલી છે અને તમામ ફિલ્મોમાં મમતા સોની રાધા ના નામ સાથે જોવા મળે છે.

જેમ નરેશ અને સ્નેહલત્તા, હિતેન અને રોમાની જોડી પ્રખ્યાત છે તેમ વિક્રમ અને ચંદન સાથે મમતા સોની ની જોડી પણ સુપરહિટ થયેલી જોવા મળે છે. મમતા સોની આજે હાલમાં ગાંધીનગરમાં રહે છે તો તેનો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં રહે છે. મમતા સોની પાસે લક્ઝરીયસ કારો ની સાથે આલિશાન ઘર પણ સામેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *