ભવ્યાતિભવ્ય રીતે કન્યા એ બગી પર સવાર થઇ મારી ધાકડ એન્ટ્રી ! આવી આલીશાન દુલ્હન ની એન્ટ્રી ક્યારેય જોઈ નહિ હોય, જુઓ વિડીયો.
ભારતમાં લગ્નની સિઝન જોર સોર થી ચાલી રહી છે. લોકો લગ્ન કરવામાં ખૂબ બીઝી થઈ ગયા છે. સોશિયલ મીડિયા ઉપર દુલ્હનના અને વરરાજા ના અનેક વિડિયો સામે આવતા હોય છે. લગ્નમાં વરરાજા ઘોડા પર અથવા મોટર કારમાં બેસીને કન્યાને પરણવા પહોંચતા હોય છે. વરરાજા ની જાન ધૂમધામ પૂર્વક નીકાળવામાં આવતી હોય છે.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક એવો વિડિયો સામે આવ્યો છે કે જેમાં વરરાજા નહીં પરંતુ કન્યા રથમાં સવાર થઈને નીકળી હતી. કન્યાનો આવો વિડીયો અને કન્યા ની આવી ધાકડ એન્ટ્રી જોઈને આખું સોશિયલ મીડિયા હલી ગયું છે. વીડિયોની વાત કરવામાં આવે તો કન્યા શાનદાર અને સુંદર કપડામાં બગી ઉપર સવાર થઈને જઈ રહી છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મ કલ હો ના હો નું ગીત લા લા લા હો ગઈ રે વાગી રહ્યું છે.
આ ગીત ઉપર બગીમાં સવાર થઈને કન્યા ખુશખુશાલ જોવા મળે છે અને ખૂબ જ સુંદર ડાન્સ કરી રહી છે. બગીને પણ ખૂબ જ આલીશાન ભવ્ય રીતે શણગારવામાં આવેલી છે. લાલ પીળા ગુલાબથી બગિને શાનદાર લૂક આપવામાં આવેલો છે. તો દુલ્હનની ઉપર એક ઝુમ્મર પણ ટીંગાળેલું છે જે બનીને ચાર ચાંદ લગાવી રહ્યું છે.
View this post on Instagram
આ વિડીયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દુલ્હન ના વખાણ કરતા થાકતા નથી. દુલ્હન પોતાની ધુનમાં ખૂબ જ વ્યસ્ત જોવા મળે છે અને તેને જોરદાર એન્ટ્રી લઈને લોકોને પણ ચોકાવી દીધા હતા. આવા વિડિયો રોજબરોજ આપણને જોવા મળતા હોય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકોએ જોઈ લીધો છે. આ વિડીયોની instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!