આપણા જીવનમાં ભગવાન પછી જો કોઈ વ્યક્તિનું સ્થાન આવે તો તે છે આપણા માતા-પિતા અને એમાં પણ પિતા કરતાં પણ આપણી માતાનું સ્થાન ઉચ્ચ હોય છે. માતા-પિતા એવા વ્યક્તિ છે કે જે બાળકને હંમેશા આગળ વધે એમાં ખુશ થતા હોય છે. માતા પિતા તેના બાળકના ચહેરા ઉપર ખુશી આવે તેવા તમામ પ્રયત્નો કરતા હોય છે.
પેટે પાટા બાંધીને પણ બાળકોની ઈચ્છા પૂરી કરતા હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. વાત કરવામાં આવે તો એક માતા કે જે છેલ્લા 24 વર્ષથી એક જ થાળીમાં ભોજન લેતી હતી. જ્યારે માતાનું મૃત્યુ થયું ત્યારબાદ તેના પુત્રને તે થાળીનું રહસ્ય જાણવા મળ્યું. વિક્રમ નામના એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટ દ્વારા આખી વાત જણાવી.
This is Amma’s plate.. she used to eat in this for the past 2 decades.. it’s a small plate.. she allowed only myself and chulbuli (Sruthi, my niece) only to eat in this other than her.. after her demise only I came to know through my sister, that this plate was a prize won by me pic.twitter.com/pYs2vDEI3p
— Vikram S Buddhanesan (@vsb_dentist) January 19, 2023
વિક્રમે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘આ અમ્માની થાળી છે. તે છેલ્લા બે દાયકાથી આ થાળીમાં ભોજન લેતી હતી. આ એક નાની પ્લેટ છે. પોતાના સિવાય મા ફક્ત મને અને ચુલબુલી (મારી ભત્રીજી શ્રુતિ) ને આ થાળીમાંથી ખાવા દેતી. તેમના મૃત્યુ પછી, મને મારી બહેન દ્વારા આ થાળીનું રહસ્ય જાણવા મળ્યું. મેં 7મા ધોરણમાં આ પ્લેટ ઇનામ તરીકે જીતી હતી. વિક્રમે આગળ લખ્યું, ‘આ વર્ષ 1999ની વાત છે.
நீ இல்லாமல் நானும் தீவாகின்றேனே!
நீர் இல்லாமல் சாகும் மீனாகின்றேனே!
நீ வந்தாலே போதும் வாழ்வாதாரமே!
உனை தாண்டி உலகம் ஏதிங்கே
ஒரு முறை என்ன பார் அம்மா
கடவுளின் கண்கள் நீ அம்மா
காவலில் உன் போல் ஏதம்மா
உன் போல் அம்மா யார் அம்மா 💔#NewProfilePic pic.twitter.com/9oI8A5D27y
— Vikram S Buddhanesan (@vsb_dentist) January 13, 2023
છેલ્લા 24 વર્ષમાં માતાએ મારી જીતેલી થાળીમાંથી ભોજન ખાધું હતું. આ સુંદર છે. તેણે મને તેના વિશે જણાવ્યું પણ ન હતું. આમાં આ માતા નો પ્રેમ સાંભળી ને લોકો ની આંખો માંથી પણ આંસુ વહેવા લાગ્યા છે. લોકો માતા નો પુત્ર પ્રત્યે નો પ્રેમ સાંભળી ને ભાવુક થઇ રહ્યા છે. લોકો ને આ વાત ખુબ જ પસંદ આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!