Entertainment

RARKPK ફિલ્મમાં રણવીર સિંહના કિરદાર રોકી નો જોવા મળતો બંગલો નોઈડાની પ્રખ્યાત ‘ધ ગૌર મલબેરી મેન્શન’ છે, જેની કિમત અને અંદર ની તસ્વીરો જોઈને દિવસે તારા બતાવા લાગશે…

Spread the love

‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ફિલ્મ વર્ષ 2023 ની સૌથી વધુ વખત જોવામાં આવેલ ફિલ્મ માની એક હતી જેને દર્શકોએ સારી પ્રતિકીયા પણ આપી છે. કરણ જોહર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાનદાર સ્ટારકાસ્ટ જોવા મળી હતી. આ ફિલ્મની મુખ્ય ભૂમિકા માં રણવીર સિંહ, અને આલિયા ભટ્ટ ની સાથે સાથે ધર્મેન્દ્ર, શબાના આજમી, જ્યા બચ્ચન અને બી ટાઉન ના ફેમસ સ્ટારો આ મોટા બજેટવાળી ફિલ્મ નો ભાગ બન્યા હતા. આ ફિલ્મ લકજરિયાસ લાઈફને દર્શાવનારી હતી, જે કરણ જોહરના તમામ માપદંડમાં ખરી ઉતરે છે.

જોકે આ ફિલ્મમાં જોવા મળતી જે વસ્તુએ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું તે હતું રણવીર સિંહ ના કિરદાર ‘ રોકી રંધાવા ‘ નું ઘર. આ ભવ્ય પ્રોપર્ટી ના સિંસ દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા. ફિલ્મની રિલિજ બાદ થી સોશિયલ મીડિયા પર ફિલ્મ માં રણવીર સિંહ ના કિરદાર રોકી રંધાવા ના ઘરના રૂપમાં જોવા મલેક આલીશાન સંપતિ ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જ્યાં ઘણા ફિલ્મ પ્રેમીઓએ એવું અનુમાન લગાવ્યું છે કે આ આલીશાન બંગલો લંડનમાં હતો તો ઘણા લોકો આ ભવ્ય બંગલો સ્વીટ્જિલેંડ માં હતો એમ કહી રહ્યા છે. જોકે વાસ્તવિકતા સાંભળીને તમે પણ હેરાન રહી જશો.

વસતાવમાં આ સંપતિ ‘ નોઇડા ( ઉતરપ્રદેશ ) માં આવેલ છે.વાસ્તવમાં કરણ જોહરની ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં ‘ રોકી રંધાવા’ ના સ્વર્ગ સમાન જોવા મળેલ ઘરનું સાચું નામ ‘ ધ ગૌર મલબેરી મેન્શન ‘ છે. આ સંપતિ ગ્રેટર નોઇડા ના સેક્ટર 1 માં આવેલ છે. ‘ ધ ગૌર મલબેરી મેન્શન ‘ ની આધિકારિક વેબસાઇટ પર જોવા મળેલ તસ્વીરો આ શાનદાર સ્ંપતિની રોયલ્ટી દર્શાવે છે. આ સંપતિ શાનદાર, રોયલ અને બહુ જ વિશાળ છે. કેમકે આમાં 90 પરિવારો ની માટે 90 ફાર્મહાઉસ છે. આ ગૌર હવેલીનું નિર્માણ વિસ્તાર લગભગ 35000 વર્ગ ફૂટ છે.

જો આપણે રેસિડેન્સ અને અંદરના ભાગની વાત કરવામાં આવે તો તે દરેક વસ્તુ બહુ જ રોયલ છે. આ હવેલી આઇકોનીક ‘ યુનાઈટેડ સ્ટેટ્સ કેપિટલ બિલ્ડિંગ્સ’ જેવી દેખાઈ છે. ફર્નિચર, કલાકૃતિઓ, ડેકોરેશન, ફર્શ, જુમર, બારીઓ, અરિસાઓ અને સંપતિની ચારેબાજુ જોવા મળતી હરિયાળી બહુ જ લાજવાબ છે.ભારતના સૌથી અમીર અને મશહૂર બીજનેસમેન માના એક મનોજ ગૌર ને કો પરિચયની જરૂર નથી. ‘ ગૌર્સ ગ્રૂપ ‘ ભારત ના રિયલ એસ્ટેટ વિસ્તારનું બહુ જ નામી નામ છે. બીજનેસમેન ‘ ધ ગૌર મલબેરી મેન્શન ‘ ના માલિક છે. જે હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે.

ભલે મનોજ ગૌર ના નેરુતવ વિષે વાત કરવામાં આવે કે પછી તેમણે જે રીતે ગૌર્સ ગ્રૂપ ને મજબૂત કર્યો છે તે. મનોજ ગૌર ભારત ના સૌથી પ્રખ્યાત ઉધાયોગપતિ માના એક છે. આટલું જ નહીં મનોજ ‘ CREDAI ‘ નેશનલ ના ચેયરમેન અને ક્રેડાઈ ના અધ્યક્ષ પણ છે. મનોજ ગૌર એ છેલ્લા 28 વર્ષથી ‘ ગૌર્સ ગ્રૂપ ‘ નું નેતૃત્વ કરી રહ્યા છે અને પરિણામ બહુ જ પ્ર્ભવશાળી રહ્યું છે. પ્રોજેક્ટને સતત પૂરા કરવાથી લઈને નિર્માણ માં ઉપયોગ કરવા સુધીની તમામ સાંગરિયોની ગુણવતા અને તે પણ સંપતિને સમયસર કબ્જો આપવા સુધી, મનોજ ગૌર એ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ માં પોતાનું નામ બનાવ્યું છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર ની સાથે સાથે મનોજ ગૈર ને એક ઇકો ફ્રેંડલી રીતને અપનાવા માં પણ બહુ જ રુચિ છે. કેમકે તેમણે આના માટે સોલાર પાવર પ્લાન્ટ માં 80 કરોડ રૂપિયા નું રોકાણ કર્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર માં ‘ ગૌર્સ ગ્રૂપ ‘ ને ટોચ પર લઈ જવામાં મનીજ ગૌર ના સતત પ્રયાસો ખૂબ જ પ્રસંસનીય છે. મનોજ ગૌર ની આ આલીશાન સંપતિ ની કિમતની વાત કરવામાં આવે તો હાલમાં તો આની કોઈ જાણકારી નથી જોકે ઘણી રિપોર્ટ્સ અનુસાર આ આલીશાન મેન્શન ની કિમત પાંચ અંકો ની સંખ્યા અને તેના પછી કરોડોમાં હોય શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *