બુલડોઝર માં બેસી દુલ્હન ને લેવા પહોંચ્યા સિવિલ એન્જીનીયર ! આ પાછળનું કારણ જાણી તમે પણ ચોકી જશો, થયું એવું કે…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર અવનવા વિડિઓ રોજબરોજ વાયરલ થયા કરે છે. ખાસ તો લગ્ન ના વિડીયો ખુબ જ જોવા મળે છે. લગ્ન ના વિડીયો એટલા બધા વાયરલ થતા હોય છે કે જાણે લગ્ન ના વિડીયો નું ઘોડાપુર આવ્યું હોય. અને લગ્ન ના વિડીયો હોય છે પણ ખુબ જ ફની. એવામાં એક મધ્યપ્રદેશ માં રહેતા એક સિવિલ એન્જીનીયર યુવક ના લગ્ન માં તે યુવકે પોતાની જાન બુલડોઝર માં કાઢી ને યાદગાર બનાવી.
મધ્યપ્રદેશ ના બેતુબ જીલા ના એક સિવિલ એન્જીનીયર જે હાલ માં મોટી મોટી બિલ્ડીંગ બનાવે છે. અંકુશ જયસ્વાલ નામના એન્જીનીયરે પોતાના લગ્ન માં બુલડોઝર માં પોતાની જાન જોડી હતી. મધ્યપ્રદેશ ના બેતુબ જિલ્લા ના ભૈંસદેહી ગામમાં રહેતા અંકુશે જણાવ્યું કે, ” હું વ્યવસાયે સિવિલ એન્જીનીયર છું એટલે આખો દિવસ મારે બુલડોઝર સહિત ના ઘણા બધા મશીનો સાથે રહી ને કામ કરવાનુઁ હોય છે. એવામાં મેં મનમા વિચાર કર્યો કે મારા વ્યવસાય સાથે સંકળાયેલા બુલડોઝર માં હું જાન કાઢું. તેથી મેં બુલઝોડાર માં મારી જાન કાઢી.”
તેણે જણાવ્યું કે ઝાલર ગામ થી નીકળેલી જાન કેરાપાણી ગામમાં સ્થિત શ્રી હનુમાનજી ના મંદિરે રાતવાસો કર્યા બાદ બુધવારે સવારે કેસરબાગ માં લગ્ન કર્યા હતા. બુલડોઝર ને ખુબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. જેમાં વરરાજા સાથે તેના પરિવાર ના સભ્યો બેઠા હતા. વરરાજા ના પરિવાર ના અન્ય સભ્યો વાજતેગાજતે ડીજે ના તાલે નાચતા નાચતા લગ્ન માં સહભાગી થયા હતા. જુઓ વિડીયો.
આ અદભુત નજારો જોવા લોકો ની ભારે સંખ્યા માં ભીડ ઉમટી પડી હતી. અને ઠેર ઠેર બસ આની જ ચર્ચા થવા પામી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ. લોકો આ વિડીયો વારંવાર જોઈ રહ્યા છે. અને આ વરરાજા પ્રત્યે હાસ્યાસ્પદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને ઈમોજી પણ શેર કરી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
बैतूल में अंकुर जायसवाल की बुल्डोजर पर निकली बारात, जमकर थिरके बाराती। pic.twitter.com/ftggF72Add
— Devendra Singh Rathod (@DevendraBana91) June 23, 2022