આઝાદી નો રંગ મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા સુધી પહોંચ્યો. તિરંગા ની રોશની થી ઝગમગી ઉઠ્યું એન્ટિલિયા..જુઓ વિડીયો.
ભારત દેશને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા. વર્ષ 2022માં આખો ભારત દેશ આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. એવામાં ઠેર ઠેર લોકોએ પોતાના ઘરો ઉપર ભારતને તિરંગો ફરકાવ્યો. અને તિરંગા નું માન વધાર્યું છે. ઘરો, ઓફિસો, સ્કૂટર, ગાડી વગેરેમાં લોકો તિરંગાઓ ફરકાવી રહ્યા છે. એવા મોટા મોટા સેલિબ્રેટ થી લઈને નાના માણસો ખાસ આમાં સહભાગી જોવા મળે છે.
આઝાદીકા અમૃત મહોત્સવના કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ભારતના પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી પણ આમાં સામેલ થયા છે. પોતાના ઘર એન્ટિલિયાને સુંદર ડેકોરેશન થી શણગારવામાં આવ્યું છે. આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે મુકેશ અંબાણીના ઘર એન્ટીલીયા ને જગ મગાવતી રોશની થી અદભુત સજાવટ કરવામાં આવી છે. સાથે સાથે આ રોશનીમાં ભારતના તિરંગો ના રંગો દ્વારા સજાવટ કરવામાં આવેલી છે. લોકો આ સજાવટ જોવા માટે મુકેશ અંબાણીના ઘર સુધી કારો લઈને પહોંચી રહ્યા છે.
મુકેશ અંબાણીના ઘર સુધી લગભગ એક કિલોમીટર સુધીના વિસ્તારમાં આ તિરંગા ની સજાવટ રોશની દ્વારા કરવામાં આવેલી છે. મુકેશ અંબાણીના ઘરની બહાર લોકો માટે ઠંડા પીણા અને ચોકલેટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીના ઘર એન્ટેલીયા ના તિરંગા વાળા ડેકોરેશન ધૂમ મચાવી છે. લોકો આ વિડીયો ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે..જુઓ વિડીયો.
View this post on Instagram
ઘરની આજુબાજુ સુંદર ડેકોરેશન કરવામાં આવેલું છે. લાઇટો જગ મગાવી દેવામાં આવી છે. સાથે સાથે મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા ના વિસ્તારમાં ખૂબ મોટા અક્ષરે 75 યર ઓફ ઇન્ડિપેન્ડન્સ એવું આલ્ફાબેટ દ્વારા મૂકવામાં આવેલું છે. લોકો અહીં સુધી પહોંચીને સેલ્ફી લઈ રહ્યા છે. તો ફોટા પણ પાડી રહ્યા છે. અને વિડિયો પણ ઉતારી રહ્યા છે. આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારત આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યું છે. એવામાં દેશના મોટાભાગના લોકો આમાં સહભાગી થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!