પુત્રી એ તેના પ્રેમી સાથે મળી ને જન્મ આપનાર માતા ની જ દર્દનાક હત્યા કરી નાખી.કારણ જાણી ચોકી જશે.
ભારત માં અવારનવાર હત્યા થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, લોકો નાની વાતો માં એકબીજા ની હત્યા કરી નાખતા હોય છે. એવો જ એક કિસ્સો હત્યા નો સામે આવ્યો છે. જેમાં એક પુત્રી એ અને તેના આ પ્રેમી સાથે મળીને માતા ની હત્યા કરી દીધી છે. દિલ્હી ના આંબેડકર નગર વિસ્તાર માં રહેતા સુધા રાની 55-વર્ષ કે જે ભાજપ ની મ્યુનિસિપલ કાઉન્સિલર ની ચૂંટણી 2007 માં લડી હતી. તેની હત્યા તેની પુત્રી દેવયાની 24-વર્ષ અને તેના પ્રેમી મિત્ર કાર્તિક 23-વર્ષ એ કરી નાખી છે.
પરિવાર ની માહિતી જાણવા મળી કે દેવયાની નો ભાઈ વિક્રાંત કે જે તેના પરિવાર સાથે મુંબઈ માં રહે છે માતા તેના દિલ્હી ના વિસ્તાર ની હોદેદ્દાર સ્ત્રી છે. દેવયાની ના લગ્ન સાડા પાંચ વર્ષ પહેલા ગ્રેટર નોઈડા માં રહેતા ચેતન નામના યુવાન સાથે થયા હતા. દેવયાની ને એક પુત્ર પણ છે પરંતુ તે તેના પતિ ને છોડીને તેના જુના પ્રેમી મિત્ર સાથે લિવ ઈન માં રહેતી હતી.
પુત્રી દેવયાની પ્રેમી સાથે રહેતી તે વાત તેની માતા ને પસંદ ન હતી આથી તેને પુત્રી નો ખર્ચો આપવાનો પણ બંધ કરી દીધો હતો. આ વાત દેવયાની ને ખટકવા લાગી અને તેના પ્રેમી મિત્ર કાર્તિક સાથે મળી ને માતા ને મારવાનો પ્લાન તૈયાર કર્યો. દેવયાની ના ઘર માં માતા અને મામા રહેતા હતા તે ને તે બંને ને ઊંઘ ની ગોળીઓ આપી દીધી. બાદ માં કાર્તિક ને બોલાવ્યો હતો.
માતા જયારે સૂતી હતી ત્યારે તેને ગળા ના ભાગે બ્લેડ મારીને તેની હત્યા કરી નાખી. આ આખી ઘટના ને લૂંટ નું સ્વરૂપ આપવામાં આવ્યું અને દેવયાની એ કાર્તિક ને અમુક ઘરેણાં અને રોકડ રકમ લઇ ને ભગાડી મુક્યો બાદ માં પોલીસે તપાસ કરતા દેવયાનીં પોતાના બયાન વારંવાર બદલતી હતી જેથી પોલીસ ને શક જતા તેને વધુ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ દેવયાની એ તેનો ગુનો કબૂલ કર્યો હતો.
ભાઈ ને જાણ થતા તે પણ મુંબઈ આવ્યો હતો વધુમાં જાણવા મળ્યું કે માતા એ દેવયાની ના પ્રેમ ના વર્તન થી તેને મિલ્કત માંથી પણ બરતરફ કરી નાખી હતી અને જાણવા મળ્યું કે સુધા ના પતિ પણ નેતાગીરી કરતા હતા. અને પતિ ની પણ હત્યા 2003 માં પૈસા ની લેતીદેતી બાબતે કરી નાખવામાં આવી હતી.