પંજાબના નવાશહેર નેશનલ હાઈવે પરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં નેશનલ હાઈવે પર એક યુવક પોતાની કાર સાથે સ્ટંટ કરી રહ્યો હતો, ત્યારે સ્પીડમાં આવતી કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે કાર ઉડી ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વિડિયો @dreamthatworks નામના પેજ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જે જોઈને કે કાર ચાલક રીલ કે વીડિયો બનાવવા માટે આવો સ્ટંટ કરી રહ્યો હતો. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. એક યુઝરે લખ્યું, ‘નિયમો તોડનારા લોકો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું એ ગુનો છે પરંતુ ભારતમાં લોકો તેને સ્ટેટસ સિમ્બોલ માને છે.
રોજબરોજ આવા સ્ટંટના અનેક વિડીયો સામે આવતા હોય છે. લોકો પોતાના જીવનની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમ માં મક્તા હોય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ કાર ચાલક અચાનક પોતાની કાર ને આમથી તેમ ડિસ્કો કરાવવા લાગે છે અને અચાનક કાર એક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ જાય છે અને કારના ફૂરચે કૂર્ચા બોલી જાય છે.
Drive safe guys: Live road accident video on Punjab’s Nawanshahr-Phagwara National Highway, Swift car crashed into divider while doing stunt on the road. pic.twitter.com/MYs7hjijol
— Tarun 🇮🇳 (@dreamthatworks) February 16, 2023
આવા વિડીયો જોઈ પોલીસ દ્વારા અનેક દંડ કરવામાં આવતો હોય છે છતાં પણ યુવાનો માં આવા સ્ટન્ટ કરવાનો મોટો ક્રેઝ ચડેલો હોય છે. આવા સ્ટન્ટ કરીને પોતાને ફેમસ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ક્યારેક કાર ની બોનેટ પર ચડી ને તો ક્યારેક ખુલા હાથે બાઈકો પર સ્ટન્ટ કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!