આ યુવતી એ હાથી ની સૂંઢ પર બેસી જે હરકત કરી તે હાથી ને પસંદ ના આવી. આથી હાથી એ જે કર્યું તે જોઈ રડી પડશે..
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં રમુજી વિડીયો લોકોને ખાસ પસંદ આવતા હોય છે. જંગલી પ્રાણીઓ સાથે ક્યારેક લોકો મોજમસ્તી પણ કરતા હોય છે.
પરંતુ આવી મોજ મસ્તી મજાક ક્યારેક ભારે પણ પડી શકતી હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે હસી હસીને બેવડા વળી જશો.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક તળાવ ની અંદર એક યુવક અને એક યુવતી હાથીને સ્નાન કરાવી રહ્યું છે. ત્યારે યુવતી તેને અચાનક મનમાં શું સૂજ્યું કે તે હાથીની સૂંઢ ઉપર બેસી ગઈ. હાથીની સૂંઢ ઉપર યુવતી જેવી બેસી કે હાથીએ થોડીવાર બાદ પોતાની સૂંઢ એવી ઉલાળી કે યુવતીને ગલોટિયા મરાવી દીધા. યુવતી ધડામ કરતી તળાવની અંદર પડી હતી. આ વિડીયો જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે..જુઓ વિડીયો.
— Today GUJARAT (@TodayGUJARAT1) August 25, 2022
આમ પણ હાથી જ્યારે શાંત હોય ત્યારે શાંત જ રહે છે. પરંતુ ક્યારેક એ પણ ગુસ્સે ભરાઈ જાય છે. અને આવું કામ કરી બેસતો હોય છે. લોકો કોમેન્ટ કરતા કહે છે કે યુવતી હાથી પર બેસી તે હાથીને પસંદ ન આવ્યું. માટે તેને આ યુવતી ને ઉલાળી દીધી. લોકો આ વીડિયોમાં અવ નવી કોમેન્ટો કરતા નજરે ચડે છે. આવા અનેક જંગલી પશુ પ્રાણીના વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોઈ શકતા હોઈએ છીએ.
જેમાં અનેક પશુ પ્રાણી ના આવા ભયંકર હુમલા પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. ક્યારેક આવા જંગલી પશુ પ્રાણી અથવા તો હાથીઓનું એક ટોળું એવું હોય છે કે જે રસ્તાની વચ્ચે આવી બેસતું હોય છે.
જ્યારે આવા ટોળાં રસ્તાની વચ્ચે આવી બેસે છે. ત્યારે લોકોને અવરજવરમાં પણ તકલીફ પડતી હોય છે. ક્યારેક ક્યારેક તો આવા જંગલી પશુ પ્રાણીઓનું ટોળું કલાકો સુધી રસ્તા ઉપરથી ઊભું થતું હોતું નથી. આથી કલાકો સુધી લોકોને રાહ જોવી પડતી હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.