કુદરત ને ખોળે સાવજ ના ઘર માં છે ‘રાજભા ગઢવી’ નું ફાર્મ હાઉસ ! નજારો એવો કે કરી દેશે મંત્રમુગ્ધ, જુઓ વિડીયો.
ગુજરાતમાં અનેક ડાયરા ના કલાકારો અને લોક સાહિત્ય કલાકારો છે. એમાં સૌથી નામના ધરાવતા કલાકાર એટલે રાજભા ગઢવી. રાજભા ગઢવી એવા કલાકાર છે કે જેઓ બાળપણથી ગરીબીમાં જીવન જીવ્યા છે. પરંતુ આજે તેમની પાસે સંપત્તિની કોઈ કમી નથી. રાજભા ગઢવી નો જન્મ ગીર જિલ્લાના જંગલમાં કનકાઈ બાણેજ પાસે લીલાપણી નેસમાં થયો હતો. નેસમાં જન્મ થયો હોવા ને લીધે રાજભા ગઢવી નાનપણથી પશુપાલનનું વ્યવસાય પણ જાણે છે.
રાજભા ગઢવી બાળપણમાં ભેંસો ચરાવવા જતા ત્યારે રેડિયો ઉપર કાર્યક્રમમાં સાંભળતા જેમાં ખાસ કરીને તેઓ હેમુ ગઢવીના કાર્યક્રમો, ગીતો સાંભળતા જેથી તેનામાં નાનપણથી જ કલાનો વિકાસ થઈ ચૂક્યો હતો. વર્ષ 2001માં સતાધાર નજીકના રામપરા ગામે પોતાના સમાજના એક સંમેલનમાં રાજભા ગઢવીને ગાવાની તક મળી હતી. ત્યારથી તેઓનું નસીબ ખુલી ગયું અને આજે તેની કિસ્મત પણ બદલાઈ ગઈ છે.
રાજભા ગઢવી એ તેના instagram એકાઉન્ટ ઉપર હાલમાં એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયો રાજભા ગઢવીના ફાર્મ હાઉસનો છે. રાજભા ગઢવી પોતાના ફાર્મહાઉસની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ફાર્મ હાઉસની વાત કરવામાં આવે તો રાજભા ગઢવીનો આલીશાન ફાર્મ હાઉસ જોઈને લોકો મંત્ર મુગ્ધ થઈ ચૂક્યા છે. ફાર્મ હાઉસમાં રાજભા ગઢવી કુદરતના ખોળે ટહેલતા નજરે પડે છે.
એટલું જ નહીં ફાર્મ હાઉસમાં આવેલા પોતાની બોરડીના બોર નો સ્વાદ ચાખતા પણ જોવા મળે છે. આ ઉપરાંત તેના ફાર્મ હાઉસમાં આવેલા ફળોના વૃક્ષ ઉપરથી ફળો ઉતારતા જોવા મળે છે. તેના ફાર્મ હાઉસમાં કેસર કેરીના આંબા પણ જોવા મળે છે. કુદરતના ખોળે આવેલું આ ફાર્મ હાઉસ નો નજારો ખરેખર અદભુત છે. રાજભા ગઢવી ના પરિવારની વાત કરવામાં આવે તો પરિવારમાં તેના માતા-પિતા તેની પત્ની સહિત બે દીકરીઓ અને એક દીકરો સામેલ છે.
View this post on Instagram
રાજભા ગઢવી અને તેનો પરિવાર છેલ્લા 12 વર્ષથી ગીર છોડીને જુનાગઢ જિલ્લામાં સ્થાયી થયો છે. રાજભા ગઢવી પાસે fortuner કાર પણ છે. રાજભા ગઢવીએ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપેલા છે. બાળપણથી જ ડાયરામાં રસ હોવાને નાતે રાજભા ગઢવીના લોહીમાં જ કલાકારી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!