GujaratIndia

ખેતી કરીને માલામાલ બન્યો આ નાના એવા ગામનો ખેડૂત ! હવે પોતાના પાકની સુરક્ષા માટે લઇ રહ્યો છે કરોડોનું હેલીકોપ્ટર….જાણો પૂરી વાત

Spread the love

છત્તીસગઢ માં બસ્ટર વિસ્તાર ને ઘોર નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. આ વિસ્તારનું નામ સાંભળતા જ નક્સલિયો નો ત્રાસ મગજમાં આવી જાય છે. પરંતુ હાલમાં બસ્ટર વિસ્તાર ની ચર્ચા એક ખેડૂત ના કારણે થઇ રહી છે. આ ખેડૂત નું નામ રાજારામ ત્રિપાઠી છે. તે મૂસળી, કાળા મરી અને સ્ટીવિયાની ખેતી કરે છે. આ ખેતી દ્વારા આજે તેની કમાઈ કરોડોમાં પહોંચી ગઈ છે. હવે તેમને ખેતીના કામ માટે હેલીકૉપટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. આના માટે ખેડૂત રાજારામ ત્રિપાઠી એ હોલેન્ડ ની કંપની સાથે સાત કરોડ રૂપિયામાં ડીલ કરી છે.

એક દોઢ વર્ષની અંદર હેલીકૉપટર ની ડિલિવરી થઇ જશે. આની સાથે જ રાજારામ ત્રિપાઠી હેલીકૉપટર ધરાવરા પહેલા ખેડૂત થઇ જશે. રાજારામ ત્રિપાઠી ની ગણતરી છત્તીસગઢ ના મોટા ખેડૂત માં થાય છે. તે બસ્તર ના કોડાગામ ના નિવાસી છે.તેઓ ખેતી કોડાગામ અને જગદ્દલપૂર માં કરે છે. તેઓ સ્થાનિક આદિવાસીઓ સાથે મળીને લગભગ 1 હજાર એકાદ માં મૂસળી, કાલા મરી અને સ્ટીવિયા ની ખેતી કરે છે. તેમની સાથે તેમનો પરિવાર પણ ખેતી નું કામ કરે છે. ખેતી શરુ કરતા પહેલા તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં પ્રોબેશનર ઓફિસર હતા. નોકરી ની સાથે સાથે ખેતી નું કામ તેમને 1996 ની સાલમાં શરુ કર્યું હતું.

ખેતીમાં સફળતા મળ્યા બાદ રાજારામ ત્રિપાઠી એ નોકરી છોડી દીધી હતી. કોલેજ નો અભ્યાસ પૂરો કર્યા બાદ રાજારામ ત્રિપાઠી ને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં પ્રોબેશનર ઓફિસર ના રૂપમાં નોકરી મળી હતી. તેમની પોસ્ટિંગ કોડાગામ માં થઇ હતી. 1996 માં રાજારામ ત્રિપાઠી એ 5 એકડ માં શાકભાજી ની ખેતી શરુ કરી હતી. તેમને મૂસળી અને અશ્વગંધા થી પોતાની શરૂઆત કરી હતી. ખેતી દરમિયાન તેમને સારી કમાણી થઇ હતી અને આથી તેમને બેન્ક ની નોકરી છોડી દીધી હતી. જેના બાદ થી રાજારામ ત્રિપાઠી ખેતી ના કામમાં લાગી ગયા હતા. ખેતીના શેત્ર માં રાજારામ ત્રિપાઠી એ પોતાનો વિસ્તાર વધાર્યો હતો, 2002 માં મૂસળી ની કિંમતમાંઆ ઘટાડો થયો હતો જેનાથી મોટો ઝટકો લાગ્યો હતો.

અને તેમની આર્થીક સ્થિતિ ખરાબ થવા લાગી હતી. આમ છતાં તેમને હાર માની નહોતી. તે વારંવાર નવા આઈડિયા ની સાથે કામ કરતા હતા. ત્યાર બાદ તેમને બીજી ઘણી પ્રકાર ની ખેતી શરુ કરી. જેમાં કાળા મારી, સ્ટેવિયા ની સાથે અન્ય પેદાશો નું પણ ઉત્પાદન વિદેશી રીતે શરુ કર્યું. ખેડૂત રાજારામ ત્રિપાઠી એ આમાં સફળતા મળી જેના બાદ તેમને ક્યારેય પાછળ વળીને નથી જોયું, ખેડૂત રાજારામ ત્રિપાઠી 400 આદિવાસીઓ ની સાથે એક હજાર એકડ જમીન માં ઔષધીય ખેતી કરે છે. જેના બાદ તેઓએ પોતાની કંપની બનાવી લીધી છે. જેનું નામ માં દંતેશ્વરી હર્બલ સમૂહ છે. કંપની નો ટર્નઓવર 25 કરોડ છે. કંપની અમેરિકા અને યુરોપીય દેશોમાં કાળા મારી ની નિકાસ કરે છે. ખેતી માટે તેઓ ઓસ્ટ્રેલિયન રીત નો ઉપયોગ કરે છે

તેમણે ભારત દેશના સૌથી સર્વશ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ થી સન્માનિત કરી ચુકી છે. તેઓ ખેતીના કાર્યમાં ઉપયીજી ટેક્નિક કાર્યોને વિદેશમાં જઈને જોતા રહે છે. રાજારામ ત્રિપાઠી ઉન્નત ખેતી ની માટે હેલીકૉપટર નો ઉપયોગ કરશે. તેણે ડચ કંપની રોબિન્સન સાથે આર-44 હેલિકોપ્ટરનો સોદો કર્યો છે તે ચાર સીટર છે. તેમાં ખેતીના હિસાબે અલગ-અલગ ફીચર્સ હશે. તેને ઉડાવવા માટે, ખેડૂત રાજારામ ત્રિપાઠીના ભાઈ અને પુત્ર ઉજ્જૈન સ્થિત એવિએશન એકેડમીમાંથી તાલીમ લેશે. મીડિયા સાથે વાત કરતા રાજારામ ત્રિપાઠીએ કહ્યું છે કે એકેડેમી સાથે વાતચીત થઈ છે. ટૂંક સમયમાં બંને ટ્રેનિંગ માટે જશે. તેમણે કહ્યું કે અમારો આ પ્રયાસ યુવાનોને કૃષિ કાર્યમાં જોડાવા માટે પ્રેરિત કરશે. આ સાથે સરકારે આવા લોકોને ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *