Entertainment

ખૂંખાર વાઘ માનવ વસ્તી માં લટાર મારવા આવ્યો, એક યુવકે જેવું તેના ગળા માં દોરડું નાખ્યું કે તરત જ…જુઓ વિડીયો.

Spread the love

ક્યારેક જંગલી પ્રાણીઓ લટાર મારતા મારતા માનવ વસ્તી માં આવી ચડે છે. જેના વિડીયો ઘણી વાર સામે આવતા હોય છે. ક્યારેક તો સિંહ, વાઘ ,ચિતો વગેરે જેવા જંગલી ખૂંખાર પ્રાણીઓ રસ્તા ની વચ્ચે બેસી જતા હોય છે. જેના કારણે વાહનોની અવરજવર કલાકો સુધી બંધ રહેતી હોય છે. હાલમાં એક વાઘ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો મેક્સિકો ના એક શહેર નો છે.

વિડીયો માં જોઈ શકાય છે કે, એક ખૂંખાર વાઘ અચાનક માનવ વસ્તી માં આવી ચડે છે. આ વાઘ ને જોતા ની સાથે જ લોકો માં ડર નો માહોલ છવાય જાય છે. લોકો ફટાફટ પોતાના ઘર માં દોડવા લાગે છે. અને વાઘ રસ્તા પર લટાર મારતા નજરે ચડે છે. અને ત્યારબાદ વાઘ એક કાર ની પાસે આરામ થી બેસી જાય છે. લોકો આ નજારો જોતા હોય છે.

એવામાં એક વ્યક્તિ દોરડું લઇ ને આવે છે. એ વ્યક્તિ વાઘ ના માથે હાથ ફેરવતા ની સાથે જ વાઘ ઉભો થઇ ને તેની સાથે ચાલવા લાગે છે. જાણે વાઘ એનો દોસ્તાર હોય તેમ વાઘ તે યુવક સાથે ઉભો થઇ ને ચાલવા લાગે છે. બાદ માં તે યુવક ધીરે થી વાઘ ના ગળા માં દોરડું નાખે છે. અને તેને પકડી ને લઇ જાય છે. તે યુવક ને વાઘ જરાય નુકશાન પહોંચાડતો નથી. જુઓ વિડીયો.

લોકો પણ વાઘ અને તે યુવક ની મિત્રતા જોઈ ને ચકિત થઇ જાય છે. અને આખી ઘટના પોતાના મોબાઈલ કેદ કરી લે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *