હાર્દિક-નતાશા ના લગ્ન ની ફરી ઝલક આવી સામે ! નતાશા ની સુંદરતા ને જોઈ લોકો એ કહ્યું કે આજે, જુઓ ખાસ તસવીરો.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા કે જેણે તેની પત્ની નતાશા સાથે વર્ષ 2020 માં કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ કર્યા બાદ 14 ફેબ્રુઆરી 2023 ના રોજ હાર્દિક પંડ્યા એ તેની પત્ની નતાશા ની સાથે રાજસ્થાનની રાફેલ હોટેલ માં ક્રિશ્ચન રીતે રિવાજ પ્રમાણે ફરીથી લગ્ન કર્યા છે. જેમાં પરિવારના સભ્યો અને મિત્રો ઉપસ્થિત થયા હતા.
હાર્દિક અને નતાશા ને બે વર્ષનો પુત્ર અગત્ય પણ છે જે માતા-પિતાના લગ્નમાં સામેલ થયો હતો. બંનેના લગ્ન થયા બાદ એક પછી એક તસવીરો સોશિયલ મીડિયા ઉપર સામે આવતી જાય છે. જેમાં તમામ વિધિઓ ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવી હતી. હાર્દિક ની પત્ની નતાશા ના હાથ ઉપર મહેંદી લગાવવામાં આવી હતી જે જોઈ શકાય છે.
હાર્દિક અને નતાશા ના લગ્ન જે હોટલમાં થયા હતા તે હોટલ નું નામ રાફેલ હોટેલ છે. તે રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેરમાં તળાવની વચ્ચે એક ટાપુ પર બનેલી છે. લક્ઝરીયસ હોટલ 23 એકરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. હાર્દિક પંડ્યા ની ક્રિકેટની વાત કરવામાં આવે તો હાર્દિક પંડ્યા એ લગ્ન કર્યા બાદ ફરીવાર તે ટીમ ઇન્ડિયામાં પરત કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે શ્રેણીમાં હાર્દિકનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં તે રોહિત શર્માની જગ્યાએ ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળશે. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા ના લગ્નની તસવીરો લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકો બંનેને ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. હાર્દિક પંડ્યા અને તેનો પુત્ર અગત્ય બંને એ સેમ ટુ સેમ કપડામાં જોવા મળી રહ્યા છે તો તેની પત્નીની સુંદરતા ના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!