India

આ હવસખોર વ્યક્તિ એ 12-વર્ષ ની દીકરી પર નજર બગાડી. માતા થી આ સહન ન થયું માતા એ એવું ક્રૂર પગલું ભર્યું કે…

Spread the love

ભારતમાંથી અનેક એવા બળાત્કારના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં વારંવાર યુવતીઓ પર બળાત્કાર થતા હોય છે. ક્યારેક એવા કિસ્સાઓમાં બળાત્કાર થયેલ યુવતીઓની હત્યા પણ કરી નાખવામાં આવતી હોય છે. એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ એક દીકરી ઉપર ખરાબ નજર કરી તો દીકરીની માતાએ તે વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યો હતો.

વધુ વિગતે જાણીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના મહેવા ગંજ લખીમપુર કેરી માં બની હતી. જાણવા મળ્યું કે કુલ બેહટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ગામની રહેવાસી મહિલા સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારની નર્સરીમાં લાંબા સમયથી મજૂરીનું કામ અને ચોકીદારનું કામ કરે છે. મહિલાની સાથે એક બાર વર્ષની પુત્રી અને 14 વર્ષનો પુત્ર પણ રહેતો હતો. બુધવારે કમળાપુર શિવ કોલોની માં રહેતો 45 વર્ષીય હરિશંકર આ મહિલાના ઘરે આવ્યો હતો.

વધુ વિગતે જાણવા મળ્યું કે આ મહિલા અને હરિશંકર વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી વારેવારે તે લોકો મળતા હતા. પરંતુ જ્યારે બુધવારે બંને મળ્યા ત્યારે હરીશંકર અને મહિલા વચ્ચે ઝગડો અને બોલાચાલિ થઈ હતી. આ દરમિયાન આ હરિશંકર નામના વ્યક્તિએ મહિલાની બાર વર્ષની પુત્રી સામેં નજર બગાડી તેની સાથે બળજબરી કરવાનું શરૂ કર્યું. મહિલા એ આવ વ્યક્તિને તેમ કરવા ના પાડી.

પરંતુ તે વ્યક્તિ મહિલાને ગણકાર તો ન હોય મહિલા ગુસ્સે ભરાણી. અને પોતાની પુત્રી પર નજર બગાડનાર આ વ્યક્તિ ના પ્રાઇવેટ પાર્ટ પર હથિયાર વડે હુમલો કરી દીધો. પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કરતા ની સાથે જ તે વ્યક્તિને ઇજાઓ થઈ હતી. આ વ્યક્તિને લોહી લુહાણ સાથે મોતીપુર જિલ્લા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સાથે સાથે મહિલાએ આ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને ફરિયાદમાં વ્યક્તિ વિરુદ્ધ છેડતી નો આરોપ લગાવ્યો હતો.

પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. આ આખો બનાવ બન્યા બાદ આ વ્યક્તિનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં આ વ્યક્તિ કહેતો હતો કે તેની સાથે જે ઘટના બની ત્યારબાદ તે જ્યારે હોસ્પિટલે પહોંચ્યો ત્યારે ડોક્ટર્સ અને તેના સાથીદારો તેની મજાક ઉડાવતા હતા. આ વ્યક્તિને ચાર કલાક સુધી કોઈ સારવાર મળી ન હતી. બાદમાં વ્યક્તિને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. અને માર મારવાની ધમકી પણ આપવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *