Gujarat

ગુજરાતના હવામાનને લઈને ગુજરાત હવામાન વિભાગે કરી ભારે આગાહી ! આ તારીખ બાદ રાજ્યમાં વરસાદ પોતાનો કહેર વરસાવશે….

Spread the love

હાલમાં ગુજરાત ભરમાં મેહુલિયાએ પોતાનું આગમન કરી લીધું છે અને ચારેબાજુ વરસાદ વરસી રહ્યો છે, જેમાં મેઘરાજાના બીજા રાઉન્ડ દરમિયાન મોટા ભાગના તળાવ, ડેમો અને નદીમાં પાણી ની આવક જોવા મળી રહી છે. આમ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને એક આગાહી કરી છે.

જેમાં ગુજરાતનાં હવામાન વિભાગ એ વરસાદ ની આગાહી કરતાં જણાવ્યુ છે કે આવનારા 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ ના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. એટ્લે કે જો કોઈ જીલ્લામાં વરસાદ જોવા મળશે તો પણ તે છૂટા છવાયા વરસાદી જાપટાઓ પડી શકે છે. આજરોજના દિવસ ની આગાહી કરતાં હવામાન વિભાગ એ વરસાદી વાતાવરણ ને લઈને કહ્યું છે કે આજે રાજ્યમાં થોડા સ્થળે વરસાદ સામાન્ય જોવા મળસે. તથા થોડા રાજ્યોમાં હળવા વરસાદ ની પણ શક્યતા જણાવી છે.

આજે ગુજરાતનાં રાજકોટ, પાટણ, દાહોદ, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ,પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેંદ્ર્રનગર , જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા , અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ , નવસારી, વડોદરા અને છોટા ઉદયપુર માં વરસાદ ની આગાહી જોવા મળી છે. કાલે બુધવારના રોજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ પણ વરસાદ ના ત્રીજા રાઉન્ડ ની આગાહી વિષે આગાહી કરતાં જણાવ્યુ હતું કે તારીખ 18 અને 19 જુલાઇ એ બંગાળની ખાડીમાં દીપ ડિપ્રેશન વધારે હોવાના કારણે ગુજરાતમાં વરસાદ પડસે.

જેમાં ગુજરાત ની સાથે સાથે દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને સૌરાસ્ટ્ર માં પણ ભારે વરસાદ નોંધાશે. જ્યાં 20 થી 25 જુલાઇ દરમિયાન ભારે થી અતિભારે રૂપથી મેહુલિયો પોતાની પધરામલી ક્લારશે એનમે રાજ્યોને જળબંબાકાર કરી મૂકશે. ત્યાં જ અમદાવાદ ના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતી એ ગઇકાલના રોજ જણાવ્યુ હતું કે ગુજરાત માં આગામી 3-4 દિવસ સામાનય વરસાદી વાતાવરણ જોવા મળશે. જેના બાદ 16 જુલાઇ થી 19 જુલાઇ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *